________________
જવાબ સાંભળીને તે આગળ ચાલ્યો ત્યારે તેને ચાર પુરુષ મળ્યા. તેમનાં નામ હતાં; ક્રોધ, લોભ, ભય અને રોગ. પૂછ્યું તમે ક્યાં રહો છો? “અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.’” “અરે ! ત્યાં તો પેલી સ્ત્રીઓ રહે છે !”
‘“તમારી વાત ખરી... પણ અમારું આગમન થતાં જ તેઓ ઘર છોડીને ભાગી જાય છે.’” ક્રોધથી બુદ્ધિ, લોભથી લજ્જા, ભયથી હિંમત અને રોગથી તંદુરસ્તી નષ્ટ થાય છે. છાસમાં માખણ હોય તો વાંધો નહિ, પણ માખણમાં છાસ ન જોઈએ. કોલસામાં હીરો આવી જાય તો વાંધો નહિ, પણ હીરા લેતાં કોલસો ન આવવો જોઈએ. સિગારેટ પીતાંપીતાં પ્રભુને ભજવામાં વાંધો નહિ.
પણ પ્રભુ-ભજન કરતાં કરતાં સિગારેટ ન જ જોઈએ.
ઝેરમાં ભેળસેળ હોય તો વાંધો નહિ. પણ મીઠાઈમાં ઝેરની ભેળસેળ ન જ જોઈએ. પાણી ૫૨ હોડી હોય તો વાંધો નહિ. પણ હોડીમાં પાણી ન જોઈએ. સંસારમાં પ્રભુ યાદ આવે તો વાંધો નહિ. પ્રભુ-ભક્તિમાં સંસાર યાદ ન આવવો જોઈએ.
નિર્વિકલ્પ દશા. આત્માનું (ઘરનું) ઘર [શુક્લ ધ્યાન] શુભ વિકલ્પ : મિત્રનું ઘ૨ [ધર્મધ્યાન] અશુભ વિકલ્પ : શત્રુનું ઘ૨ [આર્તધ્યાન] દુષ્ટ વિચાર : શેતાનનું ઘર [રૌદ્ર ધ્યાન] તપ તો જ સફ્ળ બને, જો સાથે ક્ષમા હોય. નિયમ તો જ સફ્ળ બને, જો સાથે વિનય હોય. ગુણ તો જ પ્રશંસા પામશે, જો વિનય હોય. (૧) પ્રત્યાખ્યાન એટલે મારું નથી તેનો ત્યાગ. પચ્ચક્ખાણ ત્યારે જ લેવાય, જ્યારે શેષ બચી રહેલી વસ્તુ (આત્મા)ની શ્રદ્ધા હોય.
(૨) આત્મા નિત્ય છે. કાર્યોત્સર્ગ : કાયાના ઉત્સર્ગ (ત્યાગ) પછી બચે છે તે નિત્ય છે.
(૩) આત્મા કર્મનો કર્તા છે. પ્રતિક્રમણ : પાપથી પાછા હટવું. પોતે કરેલાં કર્મ ભોગવવાં જ પડે છે. માટે પ્રતિક્રમણ દ્વારા પાપથી પાછા પોતાને જ
પૂજ્યશ્રીના સુભાષિત
Jain Education International
For Private & Personal Use Only
૧૨૯ www.jainelibrary.org