________________
૩. મિલે મન ભીતર ભગવાન
આત્માના ભવભ્રમણનું મૂળ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ છે. અનાદિ કાલીન આ ભ્રાંતિનું નિવારણ શ્રી પરમાત્માની નિષ્કામ ભક્તિ દ્વારા બહુ જ સરળતાથી થઈ શકે છે. ભૂમિકા સાધુજીવનની હોય કે સંસારી જીવનની હોય ભક્તિયોગ સૌ માટે આદરણિય છે.
ઈચ્છાઓ આભ જેવી અનંત છે, કોઈ માનવી મન અને ઈચ્છાઓ ઉપર કાબુ મેળવ્યા વિના સાચું સુખ કે સાચી શાંતિ અનુભવી શકતો નથી.
ભૌતિક સુખની વિપુલ સામગ્રી એકત્રિત કરીને તેના ભોગ – ઉપભોગ દ્વારા માનવી પોતાની જાતને સુખી અને સમૃદ્ધ બનાવવા ઇચ્છે છે, પણ તે શક્ય નથી. કારણ કે તે સામગ્રીમાં ચૈતન્યધર્મનો અંશ નથી કે જેમાં સાચું સુખ રહેલું છે તેવું સુખ ભૌતિક પદાર્થોમાંથી કેમ સંભવે! સુખ આત્મામાં રહે છે પુદ્ગલમાં નહિ
રાગી ઉપરનો રાગ એ આસક્તિ છે, તે સંસારનો માર્ગ છે. વીતરાગી ઉપરનો રાગ ભક્તિ છે, તે મોક્ષનો માર્ગ છે.
મોક્ષરૂપ કાર્યનું ઉપાદાન કારણ આત્મા પોતે જ છે, પરંતુ તે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિના યોગે એને અંકુરારૂપે સમ્યગ્ગદર્શન ગુણની પ્રાપ્તિ થાય છે, પણ ક્રમશઃ મોક્ષરૂપ ફળ પ્રગટ થાય છે.
સર્વ ગુણ પ્રકર્ષવાન પરમાત્માને ધ્યેય બનાવીને જ ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની શકે છે એ નિયમ ત્રિકાલાબાધિત છે. પરંતુ બહિરાત્માને આ જગતમાં શું શું બનવાના કોડ જાગે છે. જો એક વાર પરમાત્મા બનવાના કોડ જાગે તો અંદરમાં રહેલો પરમાત્મા પ્રગટ થાય.
કર્મસત્તાની વિચિત્રતા કેવી છે? એક વાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૌદ્ગલિક
પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org