________________
પદાર્થો આપી આત્માને સુખનો ભાસ ઊભો કરે છે. બીજી વખત બીભત્સ વિકૃત પદાર્થો આપી તે પદાર્થો ભોગવવાની ફરજ પાડે છે (નરકમાં) આ કેવી ક્રૂર મશ્કરી છે. એક જગાએ તલસાવે છે, એક જગાએ તફડાવે છે. છતાં અજ્ઞાની જીવની પૌલિક વાસના છૂટતી નથી.
પરમાત્માના પ્રેમમાં એક એવી તાકાત છે કે તે તેના ભક્ત/પ્રેમીને ચિત્તની ચંચળ પરિણામોથી, પૌદ્ગલિક વાસનાઓથી મુક્ત કરી સ્થિર પરિણામી બનાવે છે.
પૌદ્ભૂગલિક પદાર્થો દુઃખની પરંપરા સર્જી ચાલ્યા જવાના એ સત્યને પચાવીને જીવ સ્વભાવરમણતાનો સહજ આનંદ માણે છે. એ આનંદ આત્માનો ઘરનો હોવાથી, આત્મા અમર અછેદ્ય અખંડ અવિનાશી છે. તેથી ક્રૂર કર્મ કે કાળ કાળ, તેને કંઈ કરી શકતો નથી.
સદ્ગુરુ જ્યારે જ્ઞાનાંજનથી સાધકભક્તની દૃષ્ટિ ખોલે છે ત્યારે તે આત્માનું સુખ બહાર શોધવાનું છોડીને અંતર્મુખ બને છે. અંતરાત્મામાં પરમાત્મદર્શન કરીને અપૂર્વ આનંદ અનુભવે છે.
અસંગદશા, નિર્વિકલ્પદશા, સામર્થ્યયોગ, એ દશામાં જ્યારે તાત્ત્વિક રીતે આત્મતત્ત્વનો નિર્ણય થાય છે ત્યારે જ તાત્ત્વિક રીતે પરમાત્મતત્ત્વનો નિર્ણય થઈ શકે છે. અને જ્યારે તાત્ત્વિક રીતે આત્મા અને પરમાત્માનો નિર્ણય થઈ જાય છે, ત્યારે અન્ય સઘળાં તત્ત્વોનો તાત્ત્વિક નિર્ણય થાય છે, ત્યારે કરાતાં સઘળાં અનુષ્ઠાનો તાત્ત્વિક બને છે, જે શીઘ્રપણે શાશ્વત સુખદાયી બને છે.
જે જે મહાપુરુષોએ મુક્તિ મેળવી છે, મેળવે છે કે મેળવશે તે આ સર્વ અસંગઅનુષ્ઠાનોના સેવન દ્વારા જ છે તે નિઃશંક છે.
આત્મસ્વભાવમાં મગ્ન સાધકનું ચિત્ત અડોલ અને મેરૂ પર્વતવત્ નિસ્ત્રકંપ હોય છે. દેહભાવ વિલીન થયો હોય છે. આત્મભાવનું અખંડ સામ્રાજ્ય વર્તે છે. આથી તો મુનિરાજો દેહ સળગી જાય તોપણ આત્મભાવમાં જ મસ્ત હોય છે.
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
શ્રી કલાપૂર્ણપ્રબોધ
www.jainelibrary.org