________________
બીજાધાનઃ
ધર્મ-બીજ અંદર છે એની ખાતરી શી ? જીનવાણીના પાણીથી અંકુશ આદિ ફૂટતા જાય તો સમજવું ઃ અંદર બીજની વાવણી થઈ ચૂકી છે. બીજાધાન કરવું હોય તો પાપ-પ્રતિઘાત કરવો જરૂરી છે. પાપ-પ્રતિઘાત કર્યા વિના બીજાધાન શી રીતે થઈ શકે. પાપના પ્રતિઘાત માટે ભૂમિકા પ્રમાણે ક્રિયાયોગ જરૂરી છે.
બીજાધાન થયા પછી જ મોક્ષમાર્ગમાં પ્રવેશ શક્ય છે.
શ્રાવકને ઉચિત દર્શન, પૂજન, આવશ્યકાદિ ક્રિયા, અહિંસા અણુવ્રત જેવા શ્રાવકાચારનું પાલન હોય તો જ શ્રાવકપણું ટકે.
સામાયિક
છ આવશ્યકોમાં પ્રથમ સામાયિક છે. સમસ્ત દ્વાદશાંગીનો સાર સામાયિક છે. સામાયિક ૫૨ લાખો શ્લોક પ્રમાણ સાહિત્ય છે. સામાયિકની આટલી મહત્તા સમતાની મહત્તા સૂચિત કરે છે.
દીક્ષા વખતે માત્ર સામાયિક પાઠ જ ઉચ્ચરાવવામાં આવે છે. સામાયિક એટલે સાવધ યોગો (૧૮ પાપસ્થાનક)ના ત્યાગપૂર્વક નિરવધ યોગો (સામાયિકાદિ)નું સેવન.
ત્રણેય યોગામાં સમતા તેનું નામ સામાયિક. કાયા આડીઅવળી ન ચાલવા દઈએ, વચન જેમ તેમ ન બોલીએ, મનમાં દુર્વિકલ્પો પેદા ન થવા દઈએ, તો ત્રણેય યોગોમાં સમતા આવી શકે, તો જ સામાયિક ટકી રહે.
રાગ-દ્વેષને માંદા પાડ્યા વિના તમે મૃત્યુ સમયે સમાધિ મેળવી શકો, એ વાતમાં કોઈ માલ નથી. મૃત્યુ સમયે જો કોઈના પ્રત્યે વેરની ગાંઠ હશે, ક્યાંય ગાઢ આસક્તિ હશે તો સમાધિમૃત્યુ પ્રાપ્ત નહિ કરી શકે.
બધું કરીને આપણે સામાયિકના ફળરૂપ સમતા મેળવવાની છે. માત્ર મોક્ષનો જાપ કરવાથી મોક્ષ નહિ મળે. મોક્ષ માટે મોક્ષની સાધનારૂપ સામાયિકનો આશ્રય કરવો પડશે. સામાયિકથી સમતા મળશે. સમતા તમને અહીં જ મુક્તિનો આસ્વાદ કરાવશે.
સામાયિક શ્રાવક માટે સર્વોત્કૃષ્ટ અનુષ્ઠાન છે. પાપ મુક્તિનું સદૈવ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
શ્રી કલાપૂર્ણપ્રબોધ
www.jainelibrary.org