________________
બોધપરિણતિ, જ્ઞાનપરિણીતિમાં આવ્યા પછી સ્થિરતા જોઈએ. અભિમાન જ્ઞાનને સ્થિર બનવા દેતું નથી. માટે જ સર્વ પ્રથમ જ્ઞાનના અનુત્સકની વાત કરી. જ્ઞાન વધતું જાય તેમ અજ્ઞાનનું ભાન થતું રહેવું જોઈએ. જેમ જેમ ભણતા જઈએ તેમ પોતાનું અજ્ઞાન દેખાતું જાય તો કદી અભિમાન નહિ આવે.
જે રીતે જાણેલું હોય તે રીતે જીવવું તે જ જ્ઞાનની તીક્ષ્ણતા, તે જ ચારિત્ર, અહીં ચૈત્યવંદન વિષે તમે શીખો છો. શીખ્યા પછી ચૈત્યવંદન તે મુજબ જ કરો તો તે જ્ઞાન તીક્ષ્ણ બની જાય. જે ભૂમિકા પર રહેલા હોઈએ ત્યાં સ્થિર રહીને આગળની ભૂમિકાને મેળવવા પ્રયત્ન કરવો જ જોઈએ. ન કરીએ તો
જ્યાં છીએ ત્યાં પણ સ્થિર ન રહી શકીએ. કોઈ પગથિયામાં વચ્ચે ઊભા રહીને જોઈ લો. ચાલનારા કહેશે, ભાઈ ! તમે વચ્ચે કેમ ઊભા છો ? કાં તો નીચે જાવ. કાં ઉપર, વચ્ચે ન ઊભા રહો. આપણે પણ વચ્ચે ઊભા ન રહી શકીએ. ઉપર જવાનો પ્રયત્ન ન કરીએ ત્યારે પોતાની મેળે નીચે આવી જઈએ.
સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં પૂ. દેવચન્દ્રજી કહે છે:
પ્રભુ! મારા ગુણો ભલે ક્ષયોપશમના છે, પણ તે ભળ્યા છે, આપના ક્ષાયિક ગુણો સાથે હવે શું બાકી રહે? બિંદુ સિંધુમાં ભળે. પછી અક્ષય બની જાય તેમ આપણું ભુલક જ્ઞાન, ક્ષુલક ગુણો પ્રભુના ગુણોમાં ભેળવી દઈએ તો વિરાટ બની જાય, અખૂટ બની જાય.
તથાભવ્યતાના પરિપાક માટે શરણગતિ આદિ ત્રણ છે. ભગવાનની સ્તવના કરી એટલે તેમના ગુણોની અનુમોદના થઈ. પાપની ગહ ન કરો તો તે ગાઢ બને તેમ પુણ્યની અનુમોદના ન કરો તો તે ગાઢ ન બને.
પાપનો અનુબંધ તોડવા દુષ્કત ગહ છે. પુણ્યનો અનુબંધ જોડવા સુકત અનુમોદના છે.
આપણા અનુષ્ઠાનો જ એવા છે જેમાં ડગલે-પગલે આ ત્રણેય વણાયેલા જ છે. ભલે આપણે જાણીએ કે ન જાણીએ! અજાણતાં પણ ભજન-પાણી કરીએ છીએ તોપણ શક્તિ મળે જ છે ને ?
શ્રાવકજીવનનું મૂલ્યાંકન
૨૭. www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only