________________
આગ્રહ કરે. વાહનમાં નહિ બેસવાની પ્રતિજ્ઞા સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરે. માંસભક્ષી, મદિરાપાયી હોવા છતાં સદ્ગુરુ પ્રત્યે અપાર બહુમાન ! હૃદયના સરળ! સમજાવીએ એટલે તરત માંસાદિ છોડવા તૈયાર થઈ જાય. જે પ્રકારનું વિજ્ઞાન શિષ્યાદિ ગુરુ પાસેથી ગ્રહણ કરે તેનાથી તેમનો મોક્ષમાર્ગ ખુલ્લો થાય. પ્રમાણમાં આગળ વધે.
ઉપયોગ ભગવાન સાથે જોડાયો, એટલે પત્યું, એ ઉપયોગ જ તમારું રક્ષણ કરે. છતાં કૃતજ્ઞ કદી એમ ન માને મારા ઉપયોગે રક્ષા કરી, ભગવાનને જ એ રક્ષક માને.
લાઈટનું બિલ આવે, સૂર્ય, ચંદ્ર, મેઘ વગેરેએ કદી બિલ આપ્યું? આ ઉપકારી તત્ત્વોથી જ જગત ટકેલું છે. કૃતજ્ઞ અને પરોપકારી સૂર્ય-ચંદ્ર જેવા છે. ઉપકાર કરે છતાં માને નહિ. ઋણમુક્તિ માટે જ પ્રયત્ન કરે. ભગવાન તો કૃતકૃત્ય છે. ઉપકારની જરૂર નથી, માટે એ ગતના જીવો પર નિઃસ્વાર્થ ભાવે ઉપકાર કર્યા કરે. પાત્રતાનાં પાંચ લક્ષણો:
(૧) સત-કથાપ્રીતિ (૨) નિંદા-અશ્રવણ (૩) નિંદક પર દયા
તે તે યોગ્યવાળી વ્યક્તિઓની કથા સાંભળતાં પ્રેમ જાગે બહુમાન જાગે, તે ઇચ્છાયોગ છે.
() ચિત્તનો વિશ્વાસ – ચૈત્યવંદનાદિ જે જે ક્રિયા ચાલતી હોય તે તે વખતે ચિત્ત તેમાં જ હોય. ફોન વખતે મન કેવું એકાગ્ર હોય છે?
(૫) પરા જિજ્ઞાસા – પ્રકૃષ્ટ જિજ્ઞાસા. જેનાં કર્મ ક્ષીણ થઈ ગયાં હોય, જેના હૃદયમાં શુદ્ધ આશય હોય, જેનો સંસાર પ્રત્યેનો રાગ મંદ પડી ગયો હોય, તેવા જીવો જ આના શ્રવણ માટે યોગ્ય છે. આટલું નક્કી કરો
આ જન્મ હવે એળે નથી જવા દેવો. ભલે ઓછું ભણાય પણ એ ભણેલું ભાવિત થયેલું હશે તો આત્મકલ્યાણ થઈને જ રહેશે. જ્ઞાન બીજાનું કામ આવી શકશે, પણ ભાવિતતા તમારી જ જોઈશે. શ્રદ્ધા તમારી જ જોઈશે. ર૬
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org