________________
ઊંચી વાતો કરે. સાચું ધ્યાન તે કહેવાય, જેમાં ઉચિત ક્રિયા સદાય નહિ. દરેક ઉચિત ક્રિયા પરિપૂર્ણપણે જ્યાં થતી હોય તે સાચો ધ્યાનયોગ છે. ધ્યાન યોગ કદી કર્તવ્યભ્રષ્ટ ન બનાવે. જો એમ થતું હોય તો સમજવું આ ધ્યાન નહિ, ધ્યાનાભાસ છે. પૂ. પં. ભદ્રંકર વિજયજી મ. પાસેથી આજ ખાસ શીખવા મળેલું.
હું ચૈતન્યસ્વરૂપ છે, તેનું અનુભવ પ્રમાણ બુદ્ધિ પૌદ્ગલિક હોવાથી કેવી રીતે કરી શકે? હું ચૈતન્યસ્વરૂપ છું. મને જન્મ, મરણ, રોગ, શોક નથી તેવું બુદ્ધિમાં ઊતરતું નથી અને આત્મજ્ઞાનમાં વિશ્વાસ નથી. તેથી મનુષ્યોનાં દુઃખો પણ ટળતાં નથી.
એક પરદેશી વિદ્વાને લખ્યું છે : “તમ વદુત પ્રમાવી રૂક્ષત્તિયે શ્રી महावीर उसे बार बार टोकते थे :
समयं गोयम मा पमायए ।
પરદેશી વિદ્વાનો આગમો માટે લખે તો આવું લખે. આવા પરદેશી વિદ્વાનો મોટા ભાગે ધર્મ માટે કે તેના કથનને યોગ્ય નથી હોતા. - તત્ત્વદૃષ્ટિ જ્ઞાન સ્વરૂપ છે. જેમાં વસ્તુનું સસ્વરૂપ પ્રકાશે છે. વ્યવહાર દૃષ્ટિ ક્રિયાસ્વરૂપ છે. તે ક્રિયાઓ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહનું આચરણ. માટે તત્ત્વનું લક્ષ્ય કરવું અને શક્યનો પ્રારંભ કરવો.
વનસ્પતિ આદિ સ્થાવરમાં ચેતના બતાવી ભગવાન લોકોને તેની હિંસાથી બચાવે છે. એકેન્દ્રિય જીવોને પીડાથી બચાવે છે. વનસ્પતિમાં જીવ તો હમણાં જગદીશચંદ્ર બોઝે કહ્યું ત્યારે વિજ્ઞાને માન્યું. પણ વિજ્ઞાન હજી સુધી ક્યાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિમાં જીવ માને છે ? એ માટેના જગદીશચંદ્ર બોઝો થવાના હજી બાકી છે. તે કહેશે ત્યારે વિજ્ઞાન માનશે. પણ આપણે એટલી વાટ જોવાની જરૂર નથી. આપણે તો સર્વજ્ઞ ભગવાન વૈજ્ઞાનિક છે જ. એમણે કહેલું આપણે સત્ય માનીને ચાલીએ, એ આપણા માટે હિતકર છે.
સોનામાંથી બનેલા અલંકાર સોનું મનાય છે, તેમ શક્તિરૂપે અપ્રગટ એવું પરમાત્મસ્વરૂપ પરમાત્મા જ છે. અર્થાત્ પરમાત્મામાં જે છે તે જ આત્મસ્વરૂપનું ઔપચ્યા
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org