________________
લય કરવો. દૂધમાં સાકર ભળે તેમ ભળી જવું તે ધ્યાન છે. એ આધ્યાત્મિક વિકાસ છે. આ પ્રક્રિયાનો પ્રારંભ વિકલ્પરૂપ ચિત્તને પ્રથમ અશુભમાંથી શુભ તરફ લઈ જવું, શુભ વિકલ્પો માટે ચિત્તને શુભ આલંબનોમાં સ્થિર બનાવવાનો અભ્યાસ સતત કરવો.
અભ્યાસ માટે તત્ત્વચિંતન અને ભાવનાઓનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા રહેવું. તે જ સાચો ધ્યાનાભ્યાસ કે ધ્યાનની પૂર્વભૂમિકા છે; ધ્યાનનો પાયો
ચિંતન અને ભાવનાના સતત સેવનથી મનવચન કાયાના યોગો નિર્મળ બનીને આજ્ઞાભિમુખ બને છે ત્યાર પછી ધ્યાનયોગની પાત્રતા થાય છે.
મુમુક્ષુ – સાધક શ્રુતજ્ઞાનનો તત્ત્વાદિનો અભ્યાસી અને પંચાચારનો પાલક હોવા જોઈએ તે ધ્યાનયોગનો મુખ્ય અધિકારી છે. વળી સર્વ વિરતિધર, દેશવિરતિધર મુખ્ય અધિકારી છે. અન્ય સમ્યગુદૃષ્ટિ તથા માર્ગનુસારિ જીવોમાં બીજરૂપે ધ્યાનની યોગ્યતા હોઈ શકે છે. વ્યવહારથી અનુપુનબંધકાદિ જીવો પણ અધિકારી છે. તેમ જણાવ્યું છે. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ યૌગિક ગ્રંથમાં જણાવ્યું છે)
ધ્યાનના પ્રકાર - ૧. દ્રવ્યધ્યાન ૨. ભાવ ધ્યાન (૧) દ્રવ્યધ્યાન: આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન બંને અશુભ ધ્યાન છે. (૨) ભાવથ્થાનઃ ધર્મધ્યાન તથા શુક્લધ્યાન બંને શુભધ્યાન છે,
દ્રવ્યધ્યાન કેવળ અશુભ ચિંતા અને અશુભ ભાવવાળું હોવાથી જીવને દુઃખદ સંસારમાં પરિભ્રમણનું કારણ છે તેથી સર્વથા ત્યાજ્ય છે. તેનાથી મુક્ત થવા સતત જાગૃતિ રાખવી. ભાવધ્યાન શુભધ્યાન છે ભવપરંપરાનો સમૂળ ક્ષય કરવાનો હેતુ છે જે અક્ષય સુખ આપનાર છે. માટે ઉપાદેય છે. વિશેષ અભ્યાસ માટે તે તે વિષયના ગ્રંથોનો પરિચય કેળવવો. ધ્યાનની સંક્ષિપ્ત રૂપરેખા ૧. આજ્ઞાવિચય ધર્મધ્યાન
શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા આરાધન ધ્યાનયોગ વડે, ભાવભરપૂર પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org