________________
પવન
ધરતી
વૃક્ષ
વાદળ
સૂરજ
ચંદ્ર
ચંદન
-
-
—
Jain Education International
-
-
-
પ્રાણ બને
આધાર આપે
ખોરાક, મકાન, છાયા, ફળ વગેરે આપે.
પાણી આપે
પ્રકાશ આપે
શીતલતા આપે
સુવાસ આપે
સાધુ - શું આપે ?
અભયદાન જ્ઞાનદાન
અન્નદાન કે ધનદાનથી ક્ષણિક તૃપ્તિ થાય, પણ શાનદાન કે અભયાનથી યાવજ્જીવ તૃપ્તિ થાય. સર્વ જીવોને અભયદાન આપનારો સાધુ સમગ્ર બ્રહ્માંડમાં શાંતિની ઉદ્ઘોષણા કરે છે. સાધુ જાહેર કરે છે : હું હવે કોઈને ત્રાસરૂપ નહિ બનું. ગૃહસ્થો રૂપિયા ભેગા કર્યા જ કરે, જરૂર ન હોય તોપણ એકઠા કર્યા જ કરે, તેમ આપણે પણ મળતી ચીજો એકઠા કરતા જ રહેવાનું ? તો ગૃહસ્થ અને સાધુમાં ફરક ક્યાં રહ્યો ?
ગૃહસ્થ જીવનમાં દાન-પરોપકાર વગેરે પ્રવૃત્તિ હતી. અહીં આવ્યા પછી દાન-પરોપકાર બંધ થાય અને જીવનકાર્યની સાથે પણ આપણે તાદાત્મ્ય સાધી શક્યા નહિ તો આપણી હાલત ઊભયભ્રષ્ટ બનશે.
આથી જ જ્ઞાનીઓની નજરે સુખ દુઃખ છે. દુઃખ સુખ છે. મુનિ જ્યારે દુઃખને સુખ માને, સુખને દુઃખ માને ત્યારે મોક્ષસુંદરી દોડતી દોડતી તેની પાસે આવી પહોંચે. એમ યોગસાર ગ્રંથકાર કહે છે.
અનુકરણ નહિ, આજ્ઞાધીનતા
તીર્થંકરોની વિભૂતિનું અનુકરણ આપણાથી ન થાય. સોના-ચાંદીની ઠવણી આપીને આડંબર ન રાખી શકાય. રાખવા ગયા તે ગયા. આચાર્ય રત્નાકરસૂરિજીની ચાંદીની ઠવણી જોઈ એક દઢધર્મી વ્યક્તિએ પૂછેલું : ભગવન્ ! ગૌતમસ્વામી સોનાની ઠવણી રાખીને કે ચાંદીની ઠવણી રાખીને વ્યાખ્યાન આપતા ?
આચાર્ય અર્થ સમજી ગયા. બીજે દિવસે પરિગ્રહનું વિસર્જન કર્યું. સાધુજીવનનો મંત્ર અને મર્મ
For Private & Personal Use Only
૪૧
www.jainelibrary.org