________________
ચપળતા સાથે માત્ર ચક્ષુથી પ્રભુમૂર્તિને જોવી.
(૨) સંગ્રહનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે સર્વ જીવોમાં સિદ્ધ સમાન શુદ્ધ સત્તાનું દર્શન થવું.
(૩) વ્યવહારનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે આશાતના રહિત વંદન સહિત પ્રભુમુકા-બિંબને જોવું.
() ઋજુ સૂત્રનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે યોગોની સ્થિરતાયુક્ત ઉપયોગપૂર્વક પ્રમુદ્રા જોવી.
(૫) શબ્દનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે આત્મસત્તા પ્રગટાવવાની રુચિપૂર્વક પ્રભુની તત્ત્વસ્વરૂપ પ્રભુતાનું અવલોકન કરવું.
(૬) સમભિરૂઢનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે કેવળજ્ઞાન – કેવળ દર્શનની પ્રાપ્તિ.
(૭) એવંભૂતનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે જીવ જ્યારે પોતાની શુદ્ધ સત્તાને પ્રગટાવી સ્વયં પૂર્ણ શુદ્ધસિદ્ધ થાય તે.
આ પ્રકારે નયોની અપેક્ષાએ દર્શનનો વિચાર કરવાથી આપણે કઈ ભૂમિકાએ છીએ, કેવા પ્રકારે પ્રભુદર્શન કરીએ છીએ, અને કેવા પ્રકારે કરવું જોઈએ તેની સ્પષ્ટતા થવાથી ઉત્તમ પ્રેરણા મળે છે.
જો હોવે મુજ શક્તિ ઈસી
સવિ જીવ કરું શાસન રસી” શ્રી તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ દળવાળા આત્માનો આ પરમ સંકલ્પ બળ માત્ર પાંચ-પચીસ દિવસો, વર્ષો પૂરતું મર્યાદિત નથી હોતું. પરંતુ સતત ત્રણ ભવના સમગ્રકાળ વડે સેવાયેલું છે. તેથી ચરમભવમાં તેઓશ્રીનું પ્રત્યેક રુવાડું દયારૂપી મંત્રોનું સ્વરૂપ ધારણ કરીને જગતના જીવોને પાવન કરવાનો સ્વધર્મ બની રહે છે.
સ્વાર્થપરાયણતા વિશ્વમાં વ્યાપક છે. પરમાત્માની પરાર્થપરાયણતા આપણને ઉત્તમ શીખ આપે છે. સ્વાર્થજનિત પાપથી મુક્ત થવાનું પ્રેરકબળ
તમે કદાચ ઉત્કૃષ્ટ પરાર્થપરાયણતા ન કરો પણ જો તમારા શુભભાવનાનું સામર્થ્ય જોવું હોય તો ફક્ત ત્રણ દિવસ તમે કોઈ એક જીવને પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org