________________
કદાચ ન કર્યું હોય તો પણ આપણને તો એ આદર્શરૂપ છે જ.
“મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.” આ પંક્તિનો વિરોધ કરશો ?
જેમ ગૌતમસ્વામીનો ભક્તિ-રાગ હોવા છતાં ભગવાનનો રાગ પણ હતો જ, મનમાં ખબર જ છે કે આ ભગવાન છે. આથી જ એમનો શોક વિરાગમાં પલટાઈ શક્યો. ભગવતા યાદ આવીને કેવળજ્ઞાન થયું. સમર્પણતા
ગુરુનું જ્યારે આપણે નથી માનતા, ત્યારે ભગવાનને નાથ તરીકે નથી સ્વીકારતા. કારણ કે ગુરુ સ્વયં તરફથી નહિ, ભગવાન તરફથી બોલે છે.
સમર્પિત શિષ્ય સર્પને પકડવાની આજ્ઞા પણ સ્વીકારવા તૈયાર થઈ જાય. એમની આજ્ઞા જ મારે પાળવાની છે. એનું રહસ્ય ગુરુ જ જાણે. - સાયેરિયા પર્વવા નાતિા સર્પ પકડવા જતાં લાગેલા ઝાટકાથી તેમની ખૂંધ દૂર પણ થઈ જાય.
પ્રભુને ગુરુને દૂર રાખીને ગુણો નહિ મેળવી શકાય. માત્ર જ્ઞાનથી અભિમાન આવેશ વધશે. વધતા અભિમાન અને આવેશ દોષોની વૃદ્ધિને જ સૂચવે છે. પ્રભુ મળતાં જ સ્થિરતા મળે છે. - હંસ જ્યારે સરોવરને છોડીને ચાલ્યા જાય છે. ત્યારે હંસને તો કોઈ ખોટ પડતી નથી. કારણ કે જ્યાં રાજહંસ હશે ત્યાં સરોવરનું નિર્માણ થઈ જ રહેશે. પણ સરોવર જરૂર સૂનું બનશે.
ભગવાન મહાવીર સ્વામીના સમયમાં જ જુઓને! નવ જણ તીર્થકર પદ માટે યોગ્ય ઘોષિત થયા. જે ગુરુ મળ્યા છે તેની સેવા કરી. એમની યોગ્યતા જોવા પ્રયત્ન ન કરો. એ તમારું કામ નથી. કદાચ યોગ્યતા ઓછી હશે, જ્ઞાન ઓછું હશે; તો પણ તમને વાંધો નહિ આવે. તમે એમનાથી વધુ જ્ઞાની અને વધુ યોગ્ય બની શકશો. ઉપા. યશોવિજયજી આનું ઉત્તમ ઉદાહરણ છે. ગુરુત્વ વિનિશ્ચયમાં તો મહાનિશીથનો પાઠ આપીને સ્પષ્ટ લખ્યું; ભગવાનના વિરહમાં ગુરુ જ ભગવાન છે. ગુરુ જ સર્વસ્વ છે.
જોયું? ચોપડી હાથમાંથી પડી ગઈ. જરા ધ્યાન ન રાખીએ તો આ ચોપડી કેવી પડી ગઈ ? આપણા ભાવો આવા છે. માટે જ સતત સાવધાનીની
શ્રી ક્લાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org