________________
જરૂર છે. પ્રારંભમાં ગુરુ તમને પ્રેરણા આપે. પછી મળેલો ગુરુ વિવેક તમને સતત પ્રેરણા આપતો જ રહે. તમારી અંદર પેદા થયેલો વિવેક જ તમારો ગુરુ બની શકે.
ગુરુ તો જિન છે, કેવળી છે, ભગવાન છે.' એમ મહાનિશિથમાં વાંચ્યું ત્યારે હું નાચી ઊઠ્યો. ગુરુતત્ત્વનું કેટલું સન્માન ! ગુરુ માત્ર નેત્ર ઉઘાડનારા નથી, નેત્ર આપનારા પણ છે. બે આંખ છે, પણ ત્રીજી વિવેકની – જ્ઞાનની આંખ આપણી પાસે નથી તે ગુરુ આપે છે. આવા ગુરુની સેવા કેમ કરવી? દર્દી ડૉક્ટરને સમર્પિત રહે તો જ આરોગ્ય પ્રાપ્ત કરી શકે. શિષ્ય ગુરુને સમર્પિત રહે તો જ ભાવ આરોગ્ય પ્રાપ્ત કરી શકે.
અહીં બલ્બ પ્રકાશે છે પણ એનો પ્રકાશ પાવર હાઉસમાંથી આવે છે. ગુરુમાં જ્ઞાન-પ્રકાશ પણ ભગવાનમાંથી આવે છે.
આવા ગુરુની જેણે અમૃતવાણી પીધી તેઓ અમર બની ગયા.
પાણી વિના જીવી ન શકાય. ગામના વસવાટ પહેલાં પાણીની સગવડ જોવાય. આધ્યાત્મિક જીવન પણ જિનવાણી વિના ન ચાલી શકે. એ જિનવાણી સંભળાવનાર ગુરુ છે. જિનવાણી એટલે જ્ઞાનનું અમૃત, ગુરુકૃપા વિના આત્માનુભૂતિનું વિકટ કાર્ય પૂરું નહિ થાય. દરેક જન્મમાં બધું મળ્યું છે, પણ આત્માનુભૂતિ નથી મળી. ગુરુકૃપા વિના એ ન જ મળે.
ગુરુ દેવો ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર.” અંધારી ગુફામાં ધાતુવાદીઓ પેઠા હોય ને ત્યાં દીવો બુઝાઈ જાય તો શી હાલત થાય?
આવી જ હાલત ગુરુને છોડી દેતાં આપણી થાય. ભવ-ભવ ભટક્યા એનું કારણ આ જ છે. ગુરુ મલ્યા હશે, પણ આપણે સમર્પિત નહિ થયા હોઈએ.
ગુરુ એક તત્ત્વ છે, વ્યક્તિ નહિ. ગુરુની સેવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
૧૫00 તાપસીનાં પારણાં માટે ગૌતમસ્વામી માત્ર એક પાત્રી ખીર લાવ્યા, પણ કોઈને એ વિચાર ન આવ્યો. આટલી ખીરથી તો બધાને તિલક પણ નહિ થઈ શકે, તો પેટ શી રીતે ભરાશે ?
૬૭
ભક્તિમાર્ગના વિવિધ અંગો Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org