________________
આપણી તપાસ આપણે જાતે કરવાની છે. કોઈ ઉત્તમ ચીજનો રસ એવો ખરો કે મને એના વગર ન ચાલે ? એવું આત્માને કદી પૂછ્યું છે, પ્રભુ ભક્તિનો રસ છે ? આગમનો રસ છે ? આટલી કક્ષાએ પહોંચ્યા પછી બીજો હીન રસ રાખીએ તો દુર્ગતિમાં જવું પડે.
આપણે ઉપકાર કરીએ તોપણ ગર્વિત નથી થવાનું ! ઉપકાર કરીએ તો જ ઋણમુક્ત બની શકીએ. આ સિવાય અનંત ઋણમાંથી મુક્ત થવાનો અન્ય કોઈ જ માર્ગ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે આકાશાસ્તિકાયનો આત્મા સાથેનો સંબંધ બાધક નથી. પરંતુ ઉપકારક છે. સિદ્ધોને પણ આકાશાદિનો સંબંધ છે. પણ પુદ્ગલનો સંબંધ વિચિત્ર છે. તે સાધક પણ બને, બાધક પણ બને. માટે જ પુગલોના સંબંધોથી ચેતવાનું છે.
“હવે આત્મા પર ધ્યાન કેન્દ્રિત કરો. શરીરસંબંધી વિચાર છોડી આત્માને લક્ષ બનાવો.” હું કાંઈ આરાધના કરી શકતો નથી. એ નિરાશાજનક વાત ભૂલી ઉત્સાહ પ્રગટાવો...''
આત્મા સ્વયં જાગૃત લક્ષણયુક્ત છે.
*
૮૨
માચ સાત અજ્ઞાન
(૧) હું સર્વોપરિ ચૈતન્યનો અંશ છું. તે હું જાણતો નથી. (૨) હું અહંમાં પુરાયેલ છું, તે હું જાણતો નથી.
(૩) મને નામ-રૂપ ખૂબ ગમે છે, પણ વસ્તુતઃ તે જ દુ:ખદાયી છે, તે હું જાણતો નથી.
(૪) દૃશ્યમાન જગત જ મને સાચું લાગે છે. (૫) અદૃશ્યમાન વિશ્વ કેવું હશે ? તેનો હું કદી વિચાર કરતો નથી.
?
(૬) હું શરીર છું એ જ ખ્યાલમાં હું રાચતો રહું
છું.
(૭) જગતના જીવોની સાથે મારો સંબંધ હું જુદો માનું
છું.
Jain Education International
-
For Private & Personal Use Only
શ્રી કલાપૂર્ણપ્રબોધ
www.jainelibrary.org