________________
૮િ. ભગવાન એ અલૌકિક તત્વ છે
ભગવાન ક્યાં છે એમ ન પૂછો, ક્યાં નથી ? એમ પૂછો.
ભગવાનની કરુણા ચારે તરફ હોવા છતાં માછલીની જેમ આપણે તરસ્યા રહીએ એ કેવી કરુણતા? તત્ત્વદ્રષ્ટાઓ તો કહે છે. ભગવાન નિષ્કામ કરુણાસાગર છે. વીતરાગ હોવા છતાં જીવો પ્રત્યે વાત્સલ્યની ધારા વહાવી રહ્યા છે. દુનિયાના સન્માનથી તમે તમારું મૂલ્યાંકન નહિ કરતા. જાતનું મૂલ્યાંકન ખૂબ જ કઠોર બનીને તમારી તસ્થ આંખોથી કરજો. બીજાના અભિપ્રાયથી ચાલવા ગયા તો છેતરાઈ જશે.
મૂર્તિ, આગમ, મુનિ, મંદિર, ધમનુષ્ઠાનો વગેરેમાં કંઈ પણ જોઈએ તો ધર્મ કે ધર્મનાયક ભગવાન પ્રત્યેનો અહોભાવ જાગે, ધર્મનું બીજ પડી ગયું હશે માટે જ ધર્મ મલ્યો છે. શરીર ઈંદ્રીયાદિ મારું છે. એમ માનીને જીવન પૂરું કરનારા જીવને ભગવાન મારા છે એવું કદી લાગતું નથી. અનેક ભવોનો આ અભ્યાસ ટળવો સહેલો નથી. વિકથાઓ ઘણી સાંભળવા મળે છે. ભગવાનની વાતો જગતમાં ક્યાંય સાંભળવા મળતી નથી. ભગવાન મારા છે, સારા છે, એવી દુર્લભ વાતો તમને આ લલિત વિસ્તરામાંથી જાણવા મળશે.
આપણે ભાવ ભગવાનની વાતો કરીએ છીએ, પણ ભાવ ભગવાનને કોણ જોઈ શકે છે? સાક્ષાત ભગવાન સામે બેઠા હોય પણ એનું આત્મદ્રવ્ય થોડું દેખાવાનું? શરીર જ દેખાવાનું. ભાવજીન વિદ્ધમાન હોય ત્યારે પણ તેમને કંઈ ઘરમાં કે હૃદયમાં ભવ્યો લઈ જતાં નથી. તે વખતે પણ નામ અને સ્થાપના જ આધારભૂત હોય છે.
ગુણોની પાત્રતાથી બીજાધાન થયેલું હોય તો જ ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ જાગે, ભગવાનને નાથ તરીકે સ્વીકારવાનું મન થાય. ભગવાન તેમના
શ્રી કલાપૂર્ણપ્રબોધ
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org