Book Title: Kalapurnprabodh
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 208
________________ વળી ભાવ થયો કે ત્રણસો જેવાં પુસ્તકો લઈ જવા અને પરદેશના સત્સંગમાં ભાઈબહેનોને આનો અભ્યાસ કરાવવો. આચાર્યશ્રીની આજ્ઞા મળી. એટલે કાર્ય સરળ બન્યું. તત્ત્વગ્રહણ કરો અન્યને આપતા રહો, ખૂટે એવું લાગે તો લઈ જજો' વળી વચમાં પાંચ-સાત વર્ષના ગાળામાં દર્શનનો યોગ ન થયો. (કંઈક પ્રમાદી અને સાહેબજી દૂર દેશમાં વિહાર કરી ગયા પછી ૧૯૯૪થી દર વર્ષે વચમાં દર્શનનો અને જ્ઞાનસાર જેવા ગ્રંથની વાચનાનો લાભ મળ્યો. આચાર્યશ્રી અમે બે ત્રણ બહેનો હોઈએ તોપણ પૂરા પ્રેમથી એક વાર કે કોઈ બે વાર સમય આપે. અને તે સમયે તત્ત્વરુચિવાળા સિવાયને બહાર રાહ જોવાનું સૂચવીને પૂરા ધ્યાનથી વાચના આપે. આ મારી યોગ્યતા કરતાં વધારે મળતું હતું. તેમની વાચના-દેશના લબ્ધિનો અનુભવ થતો રહ્યો. ઈ.સ. ૧૯૯૯માં હૈદ્રાબાદમાં અમે પૂજ્યશ્રીના દર્શને ગયા હતા. ત્યાં પૂજ્યશ્રી જ્ઞાનસારના અષ્ટકના સમતા પરનો શ્લોક સમજાવ્યો અને સામાયિક વિજ્ઞાનનો બોધ આપ્યો. તેના કારણે સામાયિક યોગનું લગભગ ૨૦૦ પાના જેવું પુસ્તક પ્રકાશિત થઈ શક્યું. સવિશેષ સામાયિક અનુષ્ઠાનરૂપે ભાવમય પ્રગટ થતું રહ્યું. આ તેમની દેશના લબ્ધિનું જ યોગ બળ હતું. પૂજ્યશ્રીના વરદ હસ્તે પ્રદાન થયેલા વાસક્ષેપથી ચિત્તની નિર્મળતાની વૃદ્ધિનો પણ અનુભવ થતો. પૂજ્યશ્રી આપેલા જાપના આદેશ વડે ચિત્તધૈર્યનો ઘણો લાભ થયો. આમ અનેક ભવ્યાત્માઓ પર તેમનો આવો લબ્ધિપ્રભાવ એ જ તેમનું શાસનને મહાન પ્રદાન હતું. ધન્ય તે ધર જ્યાં આવા નરરત્નનું અવતરણ થયું. યદ્યપિ મને તેમની નિશ્રાનો સમયની દૃષ્ટિએ ઘણો ઓછો યોગ મળ્યો હતો. કચ્છ વાગડમાં છુપાયેલા આ દિવ્યપુરુષનો યોગ થયો તે તો ખરેખર સદ્ભાગ્ય કહેવાય, અગર તો જે પંન્યાસજી ભદ્રંકરવિજય મ.સા.નો યોગ ન મળ્યાના અફસોસમાં વધારો થવાનો સંભવ હતો. છતાં જે સાત વરસ નિશ્રા મળી તેમાં પણ તેમણે ઘણો બોધ આપ્યો જેના વડે જીવનમાં ધર્મશ્રદ્ધા, સમ્યગ શ્રદ્ધાના બીજ વધુ દઢ થયાં. આગળનો માર્ગ સુસ્પષ્ટ થઈ ગયો. ધિંગ ધણી માથે કિયો કુણ ગંજે નરખેર વિમલજિન દીઠા લોયણ આજ ૨૦% ધન્ય એ ધન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216