________________
ત્યાં મળવા જવાનું થયું. તેમણે મને બેઠક આપી તેની બાજુમાં માસિકો જેવા પુસ્તકની સાથે એક પુસ્તક જોયું. જેનું નામ હતું, તત્ત્વજ્ઞાન પ્રવેશિકા ફાટેલું જૂના માસિકોમાં કાઢી નાંખવાનું જોવામાં આવ્યું. પુસ્તક હાથમાં લીધું બે ચાર પાના ફેરવ્યા, નજર ઠરી, તત્ત્વના પાઠમાં કંઈ નવીનતા સ્પર્શી ગઈ. અને એ પુસ્તક માંગી લીધું. ઉપર નીચેના પાનાં નહિ તેથી ખબર ન પડી કે કોણે લખ્યું છે ? ક્યાં છપાવ્યું છે ? ક્યાં મળે ? પણ એ પુસ્તક નજરાયા કરતું હતું.
મનને રુચે તેનો પુરુષાર્થ થાય એ ન્યાયે ઘણી તપાસ અંતે ખબર મળ્યા કે કચ્છ-વાગડ દેશોદ્વારક આ. શ્રી વિજ્ય કલાપૂર્ણસૂરિજી એના લેખક છે અને આ પુસ્તક પણ કચ્છ-ભૂજથી મળે છે. પત્રવ્યવહાર કરી મંગાવ્યું. આ. શ્રી ભદ્રંકરસૂરિજી પાસે કેટલાક પાઠ વાંચ્યા.
યોગાનુયોગ કચ્છ જવાનું થયું. ત્યારે પણ ખબર નહિ કે આ યોગીરાજ ક્યાં છે ? દર્શનનો એવો ભાવ ઊઠ્યો ન હતો કે તપાસ કરી પહોંચી જવું ? પણ તેમના એ ગ્રંથમાં રુચિ કરેલી. ભાવપૂર્ણતાએ અભ્યાસનો પ્રારંભ કરેલો તેવા પુણ્યયોગ બળે અમને ખબર મળ્યા કે આજે આચાર્યશ્રી માંડવી પધારવાના છે. બીજી સવારે વિહાર કરી જવાના છે. અમે પણ એ રાત પૂરતા માંડવી હતા. છેક સાંજે અમને આ સમાચાર મળ્યા, તેવી ભાવના જાગી અને ઉપાશ્રયે પહોંચ્યા, ત્યારે સાંજ ઢળી ગઈ હતી, એટલે ત્યાંના વ્યવસ્થાપકે કહ્યું કે હવે આચાર્યશ્રી બહેનોને'ના મળે.
મેં કહ્યું કે તમે પૂછો અમદાવાદથી બહેનો આવ્યાં છે. જેમણે તત્ત્વજ્ઞાન પ્રવેશિકાનાં પુસ્તકો મંગાવેલાં તેમને પાંચ મિનિટ આપો તો સારું. પેલા ભાઈ અંદર ગયા અને તરત જ આચાર્ય એક શિષ્ય સાથે બહારની ઓસરીમાં આવ્યા. તેઓ આસનસ્થ થયા. અમે વંદન વિનયવિધિ કરી સામે બેઠા. આ દેશના મહામાનવ, દિવ્યપુરુષ, જેમના દર્શન માટે રાહ જોવી પડે, તેઓ સ્વયં કેવા નમ્રભાવે ઓસરીમાં આવીને બેઠા, આથી મનોમન શિ૨ ઝૂકી ગયું.
તત્ત્વજ્ઞાન પ્રવેશિકાનો મારા ચિત્ત પર પડેલો ભાવપ્રભાવ જણાવ્યો અને તેમણે શ્રીમુખે વાત્સલ્યભાવે મને પ્રથમપાઠ ટૂંકમાં ભણાવ્યો. તેમની વચનની લબ્ધિનો આ પ્રસંગે પરિચય થયો. ત્યાર પછી એક જ વાર ગ્રંથ વાંચ્યો અને બધા પાઠ કંઠમાં ધારણ થઈ ગયા. તત્ત્વશ્રદ્ધાનું ઊંડાણ મળ્યું.
ધન્ય એ ધરા
Jain Education International
For Private & Personal Use Only
૧૯૯ www.jainelibrary.org