________________
હતું. તેથી તેઓ એકાંત ઝંખતા. છતાં હૃદય કરુણાસભર હોવાથી પૂજ્ય પન્યાસજી ભદ્રંકર શ્રી વગેરેના સાંનિધ્યથી તેમાં વાત્સલ્ય ભળ્યું, એટલે તેઓ પ્રવૃત્તિ છતાં નિવૃત્ત અને નિવૃત્તિમાં આંતરિક પ્રવૃત્તિમાં સમતોલપણું હતું. અર્થાત થાય તે થાય, ન થાય તો તે ન થાય એવા નિસ્પૃહી હતા.
ચતુર્વિધસંઘ એ તીર્થ છે. તીર્થની સેવાના નિમિત્ત થવામાં પણ પોતાની સાધના જ માનતા. આથી આશાવર્તી સાધુસાધ્વીજનોનું યોગક્ષેમ કરવાની જવાબદારીમાં તેમનો કરુણાભાવ હતો. સાથે ગૃહસ્થોને ધર્મ પમાડવાની ભાવના હતી.
દિવ્યપુરુષ
અધ્યાત્મ યોગી આ. શ્રી વિજ્ય કલાપૂર્ણસૂરિજી જન્મ્યા ફ્લોદી. દીક્ષાકાળનો મોટો ભાગ પોતાના જ ગુરુના સાધનાક્ષેત્ર કચ્છવાગડના પ્રદેશમાં ગાળ્યો. લગભગ તેમણે સાધના કરવા કરાવવાનું ક્ષેત્ર ત્રીસ ત્રીસ વર્ષો સુધી એકધારાએ ગ્રામનું ગામ વિહરતા પૂરા કચ્છવાગડને અર્પણ કર્યું હતું. પાછળનાં દસબાર વર્ષ અમદાવાદ, મદ્રાસ, બેંગલોર, હૈદ્રાબાદ જેવાં ક્ષેત્રો વિશિષ્ટ સાધકો અને ધર્મતીર્થની પ્રભાવના માટે વિહારક્ષેત્ર બન્યું હતું. લગભગ ૭૭ વર્ષની વય, સુકલકડી દેહ, છતાં દા સપ્રમત્ત યોગીની.
પગે ફેક્ચરની તકલીફ પછી ડોળીનો ઉપયોગ કરવો પડતો પણ વિહાર ૨૦/૨૫ કિ.મી. થતો રહેતો. ઉતારે પહોંચે કે માનવોની દર્શન માટે મેદની ભરાઈ હોય. પ્રસન્નવદને સૌનાં વંદન ઝીલે. આશીર્વાદ આપે. અને બોધ આપે. જાણે દેહના થાક ઉતારવાનું એ જ સાધન હોય !
છેલ્લાં ચારેક વર્ષથી પુનઃ પોતાના વિહારક્ષેત્ર કચ્છ પધાર્યા અને જન્મદાતા ધરતીએ સાદ પાડ્યો ? આ ધરતીને હવે સમર્પિત થઈ જવું. આખરી ચાતુર્માસ જન્મભૂમિનું ઋણ ચૂકવવા લોદીમાં થયું.
ભલે કચ્છ વાગડ હો, રાજસ્થાન હો, મદ્રાસ આદિ સ્થળો હો તેમની દિવ્યતા અજબ હતી. કચ્છવાગડના ભાવિકો કહેતા હતા કે અમારા દેશનો દિવ્ય પુરુષ છે. પશુતામાં જીવતા જીવોને તેમણે માનવ બનાવ્યા, ધાર્મિક બનાવ્યા. અમારો જન્મ સાર્થક કરી દીધો. પાછળની ઉંમરમાં સ્વાસ્થ્યમાં નબળા પણ દરેક પરિસ્થિતિમાં સ્વસ્થતા જ નિખરતી. અવાજ અત્યંત ધીમો થઈ જવા છતાં હજારો માનવો કેવળ તેમના દર્શનાર્થે ઊમટી પડતા. ધર્મસભામાં શાંતિથી બેસી
ધન્ય એ ધા
Jain Education International
For Private & Personal Use Only
૧૯૭
www.jainelibrary.org