Book Title: Kalapurnprabodh
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 199
________________ સસરા-જમાઈની જોડીએ તે સમુદાયમાં દીક્ષિત થવાનો નિર્ણય કર્યો. આચાર્યશ્રીની સંમતિ મળી અને સાથે સંયમ જીવનને યોગ્ય અભ્યાસની આવશ્યકતા જણાવી. આથી મહાન તપસ્વી સંઘસ્થવિર આચાર્યશ્રી વિજય સિદ્ધિસૂરિજી (બાપજી)ની નિશ્રામાં બિરાજતા આ. શ્રી. કનકવિજયસૂરિજી પાસે અક્ષયરાજ બંને પુત્રોને સાથે લઈ સંયમ માર્ગના અભ્યાસ માટે આવી પહોંચ્યા. અને શ્રાવિકા રતનબહેનનો ભાવનગર પૂ. સા. નિર્મળાશ્રીજી પાસે અભ્યાસ કરવા પ્રબંધ કર્યો. આમ સંપૂર્ણ કુટુંબ સંયમમાર્ગના અભ્યાસમાં ગોઠવાઈ ગયું. અને ધારેલે માર્ગે સૌ આગળ વધવા લાગ્યા. સંયમની રુચિ દઢ થઈ. વળી મિશ્રિમલજી સાથે સંયમ લેવા વચનબધ્ધ હતા. તેથી તેમણે તેમને જણાવ્યું કે હવે અમે તૈયાર છીએ તમે આવી જાવ એટલે મુહૂર્ત જોવડાવી લઈએ. મિશ્રીમલજીને કંઈક કામ હોવાથી તેમણે જણાવ્યું કે હાલ રોકાઈ જાવ, મારા સંયોગો નથી. હવે સંસારમાં રહેવું ન પરવડે આથી અક્ષયરાજે દીક્ષા ગ્રહણ ન થાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ કર્યો. સંયમમાર્ગની કેટલી તમન્ના ? પળ જાય તો પણ વસમી લાગે. જંબુકુમારના સંયમના ભાવના અંશો આ કાળમાં પ્રગટતા દેખાય. જંબુકુમાર પ્રવજ્યા માટે પોતાની હવેલીએ માતાપિતાની રજા મેળવવા ક્તા હતા, ત્યાં પહોંચતા નગરમાં કંઈ વિઘ્ન આવ્યું. તરત જ પાછા ફરી સદ્ગુરુ પાસે આ જીવન બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું હતું. મિશ્રીમલજીને જ્યારે અક્ષયરાજના આ અભિગ્રહની જાણ થઈ ત્યારે બધાં કારણોને હડસેલો મારી તરત જ પાલીતાણા જ્યાં પૂ. આચાર્યશ્રી બિરાજતા હતા ત્યાં પહોંચીને મુહૂર્ત જોવરાવી આવ્યા અને ફલોદીમાં દિક્ષા થાય તે રીતે આયોજન કર્યું. ફલોદીનગરમાં એક સંપૂર્ણ કુટુંબ સંયમમાર્ગે જઈ રહ્યું છે તેને માટે જૈન સંઘે શાનદાર ઉજવણીનું આયોજન કર્યું, અને સંઘના આગેવાન ભાઈઓ પૂ. આચાર્યશ્રીને આમંત્રણ આપવા ગયા. પરંતુ આ. શ્રી. કનકવિજયસૂરિજીની નાદુરસ્ત તબિયતને કારણે જઈ શકે તેમ ન હતા. આથી અક્ષયરાજે અઠ્ઠમનું તપ આદર્યું કે ગુરુમહારાજ આમંત્રણ સ્વીકારે પછી પારણું કરવું. પરંતુ ધન્ય એ ધરા ૧૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216