________________
જણાવી. તેઓએ સલાહ આપી કે હવે થોડો વખત રોકાઈ જવામાં પ્રતિજ્ઞાભંગ નથી. કુટુંબનું આત્મકલ્યાણ થતું હતું હોય તો બે ત્રણ વરસ રોકાઈ અભ્યાસ કરો અને સંયમની સાધના માટે તૈયાર થાવ. પત્ની અને બાળકોને પણ અભ્યાસ કરાવો. આમ પૂરા પરિવારમાં હળવાશ થઈ. હા પણ તેમાં પ્રમાદન હતો. આથી અક્ષયરાજે વ્યાપારને સંકેલવા માંડ્યો. પત્ની અને પુત્રોને સૂત્રો વિગેરેનો અભ્યાસ શરૂ કરાવ્યો. ઘણીખરી ધર્મક્રિયાઓ સાથે કરવા લાગ્યા. આમ પૂરો પરિવાર સંયમના માર્ગે પ્રયાણ કરવા તૈયાર થયો. આ હકીકત વડીલ સસરા મિશ્રિલાલજીને જણાવી.
હવે પ્રશ્ન એ થયો કે મોક્ષમાર્ગે જવાનું આ નાવ કોને સોંપવું? જેથી ગુરુજનોને સમર્પિત થઈ યોગ્ય સાધનાપથ સાધી શકાય. જો યોગ્ય ગુરુ-નાવિક ન મળે તો આ નાવ રવાડે ચઢી જાય. વળી આમ કોઈ સાધુ મહાત્માનો વિશેષ પરિચય નહિ.
સદ્ગુરુની શોધમાં અક્ષયરાજ આ માર્ગે જવા માટે સદ્દગુરુનું માહાસ્ય જાણતા હતા. એકવાર સદ્ગુરુને શોધી પછી તેમના ચરણમાં ઝૂકી જવું એ કર્તવ્ય સમજતા હતા. હાલ પરિસ્થિતિ એવી હતી કેઃ
ભોમિયા વિના ભમવા મારે ગૂંગા'
વળી મનમાં એક ઝબકાર થયો કે વડીલ સસરા મિશ્રિમલજી આ માર્ગે જ આવવા માંગે છે, તેમને પુછાવ્યું. જવાબ મળ્યો કે અમે પણ આ મૂંઝવણમાં અને શોધમાં છીએ.
વળી મિશિમલજીને જાણવા મળ્યું કે ક્લોદીના એક ભાઈ આચાર્ય શ્રી વિજય કનકસૂરિજી પાસે દિક્ષિત થયા છે અને સંયમમાર્ગે સારો વિકાસ કરી રહ્યા છે. તેઓ કિચન વિજય મ. તરીકે જાણીતા છે.
જૈનદર્શનમાં ગુણ અને ચારિત્રસંપન્ન આચાર્યો/મુનિઓ છે, તેમાં કચ્છવાગડ દેશોદ્ધારક સુવિશુદ્ધ સંયમમૂર્તિ આચાર્ય શ્રી વિજયકનસૂરિશ્વરજી મોખરે છે. તેમના સમુદાયના ત્યાગ, તપ, આચારાદિ પ્રશંસનીય હતા. વળી ફ્લોદીના જાણીતા વિદ્વાન મુનિશ્રી કંચનવિજયજીનો કંઈક પરિચય હતો આથી
૧૯૦
ધન્ય એ ધરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org