Book Title: Kalapurnprabodh
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 201
________________ કરી રહ્યું હતું. તેઓના મુખ પર સંસારથી છૂટ્યાનો હાશકારો હતો અને સંયમમાર્ગે જવાનો અપ્રતિમ આનંદ હતો. વિ.સં. ૧૯૯૬માં આ. શ્રી લબ્ધિસૂરિજી ફ્લોદીમાં ચાતુમાર્સ હતા. ત્યારે સોળ વર્ષના પરિણીત અક્ષયરાજને જોઈને તેઓએ ભાખેલું કે “આ યુવાન સંસારનો જીવ નથી, સમાર્ગનો જીવ છે. ત્યારે સંયમમાર્ગના સંસ્કાર મનના ઊંડા સ્તર પર જાણે ગૂંચળું વાળીને પડ્યા હશે. તે ભવસ્થિતિ પરિપક્વ થતાં જાગૃત થયા અને એક અક્ષયરાજ સાથે બીજા ચાર સ્વજનોએ પણ એ માર્ગે પ્રયાણ કર્યું. દીક્ષાની શોભાયાત્રા મંડપમાં ધર્મસભાના રૂપમાં ફેરવાઈ ગઈ. સૌ આતુર નયને દીક્ષાવિધિ જોતા હતા. સ્નાનમૂંડન વિધિ પછી જ્યારે પાંચ દીક્ષાર્થીઓ રંગમંડપમાં ઉપસ્થિત થયા ત્યારે દીક્ષાર્થીઓના જય જયકારના ધ્વનિથી ગગન ગાજી ઊડ્યું. તેમાં પણ જ્યારે રાજવંશી ઠાઠમાંથી પેલાં બે કુમળાં બાળકોને મૂંડનયુક્ત જોતાં દરેકના હૃદયમાં મિશ્ર લાગણીઓનો સાગર ઊછળી પડ્યો. હૃદય ગદ્ગદ થઈ ગયાં અને બીજી બાજુ આનંદનાં અશ્રુ પણ વહી રહ્યાં હતાં. આવા અનુપમ દશ્યને સૌ હાર્દિકપણે માણી રહ્યા હતા. દીક્ષાવિધિને અંતે સંસારી અવસ્થાના નામનો સંન્યાસ થઈ સંયમ માર્ગીઓના શુભ નામ જાહેર થયા. મિશ્રિલાલજી ઉ. વ. ૪૯ મુનિશ્રી કલીતવિજયજી અક્ષયરાજ ઉં. વ. ૩૦ મુનિશ્રી કલાપૂર્ણવિજયજી જ્ઞાનચંદ જ્યેષ્ઠપુત્ર ઉ.વ. ૧૦ મુનિશ્રી કલાપ્રભવિજ્યજી આશાકરણ નાનો પુત્ર ઉ. વ. ૮ મુનિશ્રી કલ્પતરુવિજયજી રતનબહેન ઉ. વ. ર૬ સાધ્વીશ્રી સુવર્ણપ્રભાશ્રી મુનિશ્રી કલાદ્યોતવિજયજી અને મુનિશ્રી કલાપૂર્ણ વિજયજી દીક્ષા પ્રસંગે આચાર્યશ્રી કંચનસૂરિજીના શિષ્ય તરીકે જાહેર થયા હતા. પરંતુ ગુરુજનોની ઉદારતા કેવી છે? વડી દીક્ષાના સમયે તેઓએ આ બંને મુનિઓને પુનઃ મુનિશ્રી કંચનવિજયની ગુરુ તરીકેની યોગ્યતા જાણી તેમને સુપ્રત કર્યા. બંને બાળ મુનિઓને પિતા ગુરુને સુપ્રત કરી શિષ્યો તરીકે સોં . સાધ્વીજીને આચાર્યશ્રીના ૧૩ ધન્ય એ ધરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216