________________
આજ્ઞાવર્તી શ્રી લાવણ્યશ્રીજીના શિષ્યા સુનંદાશ્રીજીના શિષ્યા તરીકે સોંપણી કરી.
દીક્ષાનો શુભ સમારોહ આનંદસંપન્ન થયો. ત્યાર પછીનું ચાતુર્માસ નવ દીક્ષિત દીક્ષાર્થીઓએ ફ્લોદીમાં રહી અભ્યાસમાં ગાળ્યું. વળી સંઘે પણ ઉત્તમ આરાધના કરી તેની ફલશ્રુતિરૂપે મુનિશ્રી કલૌતવિજયજીના બાર વર્ષના સંસારી પુત્ર પણ પિતાના સંયમથી વૈરાગ્ય પામી તેમના ચરણમાં જીવન સમર્પિત કર્યું. અર્થાત પિતાગુરુના શિષ્યપણે દીક્ષા ગ્રહણ કરી જેમનું નામ કલાહંસવિજય રાખવામાં આવ્યું. આમ કાનો “ક” લંબાતો ગયો.
ચાતુર્માસ પૂર્ણ થતાં છએ દીક્ષાર્થીઓ પૂ. આ. શ્રી કનકસૂરિજીના દર્શન માટે ગુજરાત ભણી વિહાર કરી રાધનપુર પહોંચ્યા. એ સુભગ મિલનના સાક્ષીઓ જ વડીલ ગુરુ નિશ્રાના આનંદનું વર્ણન કરી શકે? મયૂરને ઊડવા વિશાળ ગગનની પ્રાપ્તિ હોય તેમ દીક્ષાર્થીઓએ સંસારની ધરાથી ઉપર ઊઠી અનંત ગગનમાં જાણે ઉડ્ડયન આદર્યું. યદ્યપિ એ કંઈ સંસારના એશઆરામ ન હતા. એ તો તપ, ત્યાગ, સંયમ વિરાગનો માર્ગ હતો. પરંતુ પ્રભુમાર્ગની અપૂર્વ શ્રધ્ધા સંસારનાં બંધન તોડવાનો ઉદ્યમ શાશ્વત સુખની પ્રાપ્તિનું સાધન, આવા ધ્યેય વડે તેઓ મુક્તમને વિકસતા હતા. તેમાં વિનયવડે સૌનો પ્રેમ જીતવાની તેમની લાક્ષણિકતાએ તો તેમના વિકાસને ઘણો ઝડપી બનાવ્યો.
પૂર્વના આરાધક યોગીએ અલ્પ જન્મમાં મુક્તિ કાર્ય સિદ્ધ કરવા આ જન્મ ધારણ કર્યો હોય તેમ શ્રી કલાપૂર્ણવિજય પ્રમાદરહિત સાધનાપંથમાં સ્થિર ડગ ભરતા હતા. તેઓ જાણતા હતા કે સંસારનો ત્યાગ માત્ર પૂર્ણતા નથી પણ સંયમનો પ્રારંભ છે. શિખર નથી, પણ તળેટી છે. હા, શિખરે પહોંચવાનું જરૂર છે.
ગુરુમહારાજ કહેતા કે સંસારનો ત્યાગ કર્યો એટલે કેટલેક અંશે પાપ અટક્યું, પરંતુ પુરાણા સંસ્કારોની જડ ઉખેડવી અને નવા દોષો ઘૂસી ન જાય તેવી સાવધાની એ સંયમજીવનની સાધના છે. દેહમમત્વ, જ્ઞાનનું અહંમત્વ, ધર્મક્રિયાનું કર્તવ્ય ત્યજીને કેવળ આત્મભાવનાને જાળવવી, જેટલી શુદ્ધિ તેટલી સાધનાની સિદ્ધિ છે.
અપ્રમાદપણે શાસ્ત્રાભ્યાસ દિનપ્રતિદિન અધ્યાત્મ વિકાસ પામે, અકલ્યાણકારી સંસ્કારોનું વિસર્જન થાય અને અધ્યાત્મભાવનાનું સર્જન થાય એ લક્ષ્ય સિદ્ધ કરવાનું છે. સાધુ
ધન્ય એ ધરા
૧૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org