________________
ગુરુમહારાજની તબિયતમાં કંઈ સુધારો જણાયો નહિ આથી અક્ષયરાજને નિરાશ થવું પડ્યું.
છતાં ગુરુદેવની અનુકૂળતાને અગ્રિમતા આપવી રહી. આથી મુ. શ્રી કનકવિજ્યજી મ. ને તથા ધ્યાનપ્રેમી રત્નાકર વિજયજીને દીક્ષા પ્રસંગના પ્રદાનની આચાર્યશ્રીએ આજ્ઞા કરી, તેઓનું ફ્લોદીનગરે ભવ્ય સામૈયું થયું.
ધન્ય એ ધરા
આમ તો પાંચ છ દસકાની જ વાત છે, પણ ફ્લોદીનગરની જાહોજલાલી અનેરી હતી. એવા એ નગરના આંગણે લગભગ પાંચેક હજાર જેવી જૈનોની વસ્તીમાંથી એક સંપૂર્ણ કુટુંબ સંસારનો ત્યાગ કરી સંયમમાર્ગે પ્રયાણ કરવાનું હતું. એ વાત જાહેર થઈ ત્યારથી નગરમાં જૈન જૈનેતરમાં દીક્ષાની જ વાતો ચર્ચાતી હતી. તેમાંય પણ જ્ઞાનચંદ્ર અને આશકરણ બે નાના પુત્રોની દીક્ષા તો સૌના હૃદયને ભીંજવી દેતી હતી. આઠ અને દસ વર્ષનાં બાળકોની દીક્ષા સૌને માટે ચર્ચાનો વિષય હતો.
સૌ કહેતા, કુટુંબના એક પુણ્યશાળી આત્માના નિમિત્તે પૂર્ણ કુટુંબની જ તાસીર પલટાઈ ગઈ. ક્યાં ખાબોચિયા જેવો સંસાર અને ક્યાં સંયમ જીવનની વિશાળ ક્ષિતિજો ! યદ્યપિ સંસારીજનોની દૃષ્ટિએ એ કાંટાળી કેડી જણાતી હતી. અને સૌને લાગતું આ કુમળા છોડ એ કાંટાળી કેડીએ કેમ ખીલશે ?
પણ પિતા અક્ષયરાજની ધર્મની શ્રદ્ધા અલૌકિક હતી. તેમાં લૌકિકતાથી છિદ્ર પડે તેમ ન હતું. પ્રભુમાર્ગે એક આત્માનું કલ્યાણ થાય અને બીજાનું અકલ્યાણ થાય તેવો એ વિષમમાર્ગ નથી. તેમની મક્કમતા ઉપર પેલા બે કુમળા છોડ પણ ટટ્ટાર થતા હતા.
નિર્મળ રોહણ ગુણમણિ ભૂદરા મુનિજન માનસ હંસ, ધન્ય નગરી ધન્ય તે વેળા ઘડી માતપિતા કુલવંશ !”
મહાભિનિષ્ક્રમણના માર્ગે
અક્ષયરાજના દિવ્યસ્વપ્નનો સાકાર પામતો દિવસ ઊગ્યો. એ દિવસ વૈશાખ સુદ ૧૦નો હતો. સંઘ અને કુટુંબીજનોએ પણ ખૂબ ઉત્સાહથી દીક્ષા સમારોહ ઊજવવાની ગોઠવણ કરી હતી. ખૂબ ધામધૂમથી વ૨સીદાન થયું. પાંચ દીક્ષાર્થીઓનું ભાગ્યવંતુ કુટુંબ રાજવંશી પોશાકમાં દીક્ષા મંડપ તરફ પ્રયાણ
ધન્ય એ ધા
૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org