Book Title: Kalapurnprabodh
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 196
________________ મરણનું શરણ કોણ ? ન માતા ન પિતા? ન પત્ની ન પુત્રો? ન યુવાની ન ધન, અરે ! એ સર્વેમરણ પાસે શરણ રહિત, ક્ષણે ક્ષણે ક્ષીણ થતા આયુષ્યવાળા કોને શરણ આપે? આમ વિચારે ચઢેલા અક્ષયરાજને સમય વ્યર્થ વહી જતો દેખાયો, બાળપણ ગયું. આ યુવાની જવાની એની દીવાની શા કામની? હા, ધર્મ જ એક શરણ છે. ભગવાન જ તારણહાર છે. બાકી ચક્રવર્તીપણું પણ વ્યર્થ છે. અક્ષયરાજના અંતરાત્માનો અવાજ 'આ ચિંતનની ધારા આત્માના પાતળમાંથી છૂટી હતી તે કેમ અટકે? આવી ઝૂરણાના સાથી / ઉગારનાર જિનશાસનના દીવાઓ એટલે સાધુમહાત્માઓ. અક્ષયરાજના અંતરના અગ્નિદાહનું ઔષધ લઈને રૂપવિજય મ. સા. પધાર્યા. તેમના બોધામૃતનું પાન કરી પ્રથમ તો સંસાર વૃદ્ધિના કારણ રૂપ કામને જ તિલાંજલિ આપવા ઉપાશ્રયમાં આજીવન બ્રહ્મચર્ય લીધું અને સન્માર્ગે આગળ વધવા તપશ્ચર્યા કરવા માંડી. વતની દઢતા માટે સોળ ઉપવાસનું તપ કર્યું. એક જ લગની હતી ક્યારે સંસારવનથી મુક્ત થાઉં. આ ઘર વ્યાપાર, પરિવાર કંઈ મુક્તિમાં સહાયક નથી. ઉત્તમ શ્રાવકને યોગ્ય સાધના પણ મર્યાદા વાળી છે. મુક્તિના ગગન પંથે વિહરવું હોય તો આકાશ માર્ગે ત્યાગ માર્ગે પ્રયાણ કર. રાજનાંદ ગાંવના જિનાલયના પ્રભુ પાર્શ્વનાથ તેમના પરમાર્થ દુઃખના સાથી. એ સમયે ભક્તિનો રંગ પણ એવો જ જામેલો. દિવાળીના દિવસોમાં ભક્તિનું પૂર આવ્યું. નિતનવીન ભાવો જન્મ, પ્રભુ સાથે ભાવની એકતા થાય. ત્યાં એક દિવસ જાણે પ્રભુ કહી રહ્યા હોય તેમ ઊંડાણમાંથી અવાજ આવ્યો. મારા ગુણ ક્યાં સુધી ગાઈશ હવે મારા માર્ગે ચાલ્યો આવ. આ કાળ તો હાથતાળી દઈને ચાલ્યો. અક્ષયરાજે આ ધ્વનિને ઝીલી લીધો અને ત્યાં જ નિર્ણય કર્યો કે કાર્તિકી પૂનમ પછીનું જે શુભ મુહૂર્ત આવે તે દિવસે સંસારને સલામ. હાશ, જન્મોજન્મનો બોજ ઊતર્યો. ખૂબ હળવાશ સાથે નિવાસે પહોંચ્યા. અને ધર્મપત્ની રતનબહેનની પાસે પ્રસ્તાવ મૂક્યો. રતનબહેન ગુણિયલ અને ધર્મના સંસ્કારવાળા હતા. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જીરવી લીધી હતી. પતિ સાથે ૧૮૮ ધન્ય એ ધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216