Book Title: Kalapurnprabodh
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 194
________________ પ્રતિક્રમણનો સમય રહેતો નહિ. આમ એકવાર રાત્રે બાર વાગે તેઓ બંને સૂવાના ઓરડામાં ગયા. અક્ષયરાજને પ્રતિક્રમણ બાકી હતું. તે બારથી ચાર ન થાય, અવિધિ લાગે. તેથી તેમણે પ્રમાદના ત્યાગ માટે અને નિયમની પૂર્તિ માટે સામાયિક લીધું. જિનાજ્ઞાની નિષ્ઠાનું આ દર્શન હતું. શેઠ ખૂણામાં સૂતા જોતા હતાં કે આ યુવાન રાત્રે હજી કેમ બેઠો છે એટલે બૂમ મારીને પૂછ્યું કે, તું શું કરે છે ? પ્રતિક્રમણ થયું નથી તેથી સામાયિક કરું છું.' એ સમયે જીવો કેવા ઉદારચિત્ત અને સાત્ત્વિક હતા ? શેઠ તરત જ બીજા દિવસથી અક્ષયના સર્વ નિયમો પળાય તેનો ખ્યાલ રાખતા, અને કહેતા હું તો કરી શકતો નથી પણ તારે યાદ કરીને તારા સમયે તારા બધા નિયમોનું પાલન કરવું. વળી ચૌવિહાર જેવા નિયમો પોતાની સાથે જ પળાવતા. શેઠને એટલો વિશ્વાસ કે, જે ધર્મને આવો વફાદાર છે તે કામમાં વફાદાર હોય જ. કોને ખબર એના જ પુણ્યે આ ધંધો વિકાસ પામ્યો હશે ? રાજનાંદગાંવમાં શ્યામવર્ણી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું જિનાલય છે, અક્ષયરાજ ભક્તિઘેલા તો ખરા જ, તેમાં પ્રાણપ્યારા પાર્શ્વનાથ મળ્યા, પછી ભક્તિરસનાં ઝરણાં વહેતાં જ રહે. રોજે બે કલાક ભક્તિ કરે ત્યારે મન માને. તે સમયે ખિસ્સામાં જે કંઈ રકમ હોય તે ભંડારમાં મૂકી દેતા. જીવનવ્યવહાર અને વ્યાપારમાં ગૂંથાયેલું છતાં અંતર જાગૃત હતું. વળી સંસારી અવસ્થાની નિયતિમાં બે પુત્રોની પ્રાપ્તિ થઈ. જ્ઞાનચંદ્ર અને આશકરણ, જાણે ભાવિ સાધનાના સાધકો મળ્યા હોય ! અક્ષયરાજ હવે સ્વતંત્ર વ્યાપાર કરવામાં કુશળ થયા હતા. આથી સ્વતંત્ર વ્યાપાર શરૂ કરી, તેની જમાવટ થતાં ઘર પણ વસાવ્યું અને પરિવારને પણ સાથે વસાવી લીધો. અક્ષયરાજ સંતોષી હતા. ધનલાલસા ન હતી. આથી પોતાના બધા જ વિધિવિધાનો પૂરા કરી યુવાન અક્ષયરાજ દસ વાગે દુકાને પહોંચતા. પિતા આઠ વાગે પહોંચતા. પત્ની સંસ્કારી હતાં. માતાપિતાની સેવા કરતાં, બાળકો સંભાળતાં અને અવકાશે ધર્મસાધના કરતાં. અક્ષયરાજ માનતા અને કહેતા આઠ વાગે આવો કે દસ વાગે આવો પુણ્યમાં હશે તે મળશે, આથી રાત્રિભોજન ત્યાગનો અને પ્રતિક્રમણનો નિયમ ધન્ય એ ધ ૧૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216