________________
કે જે વિનય અને મધુરસયુક્ત ભક્તામરનું પાન કરાવતા હતા તેને ભૂલ્યા ન હતા. તેર વર્ષની ઉમરે વળી અક્ષયરાજ પુનઃ હૈદ્રાબાદમાં પહોંચી ગયા.
હવે વ્યવહારિક શિક્ષણને બદલે વ્યાપારી શિક્ષણનો પ્રારંભ થયો. પણ પેલા ધાર્મિક વિધિવિધાનની અગ્રિમતા ટકી હતી. બંને ક્ષેત્રે મામા-ભાણેજની જુગલબંધી હતી.
ગૃહસ્થજીવન છતાં ધાર્મિક પ્રગભતાઃ એ કાળે શાળાનો અભ્યાસ બહુ લાંબો કાળ ચાલતો નહિ. અક્ષયરાજ તેર વર્ષે વ્યાપારમાં લાગ્યા. સોળ વર્ષે લગ્નગ્રંથિથી જોડાયા. મામાને લાગ્યું કે હવે પુષ્પ ખીલ્યું છે. સિંચનની જરૂર નથી. કુદરતે તેમને ચિરનિદ્રામાં પોઢાડી દીધા. યદ્યપિ અક્ષયનો સાચો વિકાસ હજી હવે જોવાનો હતો. તે જોવાનું ભાગ્ય ન હતું!
અક્ષયરાજનું જીવન સામાન્ય માનવ જેવું ન હતું. તે વ્યાપાર, વ્યવહાર પરિવાર અને સંસાર સુખની ચાર દીવાલમાં જ પુરાઈ જાય તેવું ન હતું. તે તો પૂર્વ સંચિત કર્મોનું લેણું ચૂકવી રહ્યા હતા. ભાવિ તો કંઈ જુદું જ આલેખાયેલું હતું.
શ્રાવકજીવનને યોગ્ય પૂજા, ભક્તિ, આવશ્યક ક્રિયાઓ સાથે સંસારની જવાબદારી વહન કરતા. તેમાંથી સમય કાઢીને શાસ્ત્રવાચન કરતા, આમ કરતા ભક્તિ અને સ્વાધ્યાયનો રસ વૃદ્ધિ પામતો ગયો, ત્યારે માતાએ ટકોર કરી કે -
બેટા, આ પરિવારના ભાવિનો વિચાર કરજે.' આથી પોતાની ફરજનું ભાન થતાં વડીલોની સલાહ મુજબ મધ્યપ્રદેશના રાજનાંદા ગામે વ્યાપાર અર્થે પહોંચી ગયા, ત્યારે ક્યાં ખબર હતી કે ભાવિનો વ્યાપાર કંઈ જુદો જ નિર્માણ થયો છે. અક્ષયપદની કમાણી થવાની છે.
રાજનાંદ ગામના સુપ્રતિષ્ઠિત શેઠને ત્યાં અક્ષયરાજ કામે લાગી ગયા. સૌને પ્રિય થવાની ગુરુચાવી તેમને આત્મસાત્ હતી. શેઠની પેઢીનાં પુણ્ય હશે. વ્યાપાર વિકસતો ગયો. શેઠ પ્રસન્ન હતા. પોતાની પેઢીમાં તેમની રહેવાની વ્યવસ્થા હતી. વળી, ધાર્મિક સંસ્કારના એટલે અક્ષયરાજના નિત્ય નિયમો જળવાઈ રહેતા.
અક્ષયરાજના પનોતા પગલે વ્યાપાર એવો જામ્યો કે કોઈ વાર સાંજના
ધન્ય એ ધરા.
૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org