________________
ગ્રહણશક્તિને કારણે અભ્યાસમાં ઉત્તીર્ણ થતો ગયો, અન્ય બાળકોની નેતાગીરી પણ કરી લેતો. પરંતુ પ્રેમાળ હૃદય હોવાથી સૌને પ્રિય લાગતો.
આમ અક્ષયરાજ આઠ વર્ષનો થતાં પોતાની જ કુશાગ્રતાને કારણે હૈદ્રાબાદ રહેતા મામા માણેકચંદ તેના ભાવિ વિકાસ માટે પોતાની સાથે લઈ ગયા. જેવાં મા સંસ્કારી હતા તેવા “મામા પણ સંસ્કારી હતાં. પૂર્વના પુણ્યના સંચયયુક્ત આત્માને બધુ સાનુકૂળ મળી રહે છે.
એ કાળે મોસાળમાં બાળકો પોતાનાં માતાપિતાના ઘર કરતાં પણ વિશેષ સ્નેહ-હૂંફ અનુભવતાં “મા” એ આપેલા ધાર્મિક સંસ્કાર “મામા' દ્વારા વધુ વિકસિત થયા. આથી જૈનકુળ પામેલા એ બાળકને દર્શન, વંદન, નવકારમંત્રના જાપ જેવા પ્રાથમિક નિયમોનું પાલન સહજ થતું.
અક્ષયરાજ પણ વિનય, ઉદારતા, કાર્યક્ષમતા ને કારણે મોસાળમાં સૌને પ્રિય થઈ ગયા. મામાનું વાત્સલ્ય તો સમાતું ન હતું. માનવને હાથ તો બે હોય છે પણ અહીં તો અક્ષયરાજ પર મામાના ચાર હાથ હતા. તેથી અક્ષયરાજનું શિક્ષણ વ્યવહારિક અને ધાર્મિક બંને પ્રકારે થતું રહ્યું. પ્રતિક્રમણ સૂત્રો, ભક્તામર જેવાં સ્તોત્રનો અભ્યાસ થતો રહ્યો. અક્ષયરાજના મુખે ભક્તામર આદિ શ્રવણ કરી મામાનું મન નાચી ઊઠતું.
વ્યવહારિક અને ધાર્મિક શિક્ષણ મામા રૂપ માળીના મોસાળના બાગમાં એક પુષ્પ ખીલતું જતું હતું. ત્યાં તો અચાનક હૈદ્રાબાદમાં પ્લેગનો જીવલેણ વ્યાધિ ફાટી નીકળ્યો. ત્યારે વર્તમાન જેવા સાધનોની હીનતા હતી. માનવો રોગમાં ભરખાઈ જવા લાગ્યા. આથી લોદીમાં રહેતાં માતાપિતાએ સર્ચિત થઈ લાડીલા એક જ પુત્ર અક્ષયરાજને પોતાની પાસે બોલાવી લીધો.
ફલોદીમાં પુનઃ અક્ષયરાજનું ગામની નિશાળમાં શિક્ષણ શરૂ થયું. વિનયી અને તેજસ્વી પ્રતિભાવાળા અક્ષયરાજ ભણે અને શિક્ષકને મદદરૂપ થવા અન્ય વિદ્યાર્થીઓને ભણાવે. આથી શિક્ષકનો પ્રેમકળશ અક્ષયરાજ પર ઢળતો રહેતો. અક્ષયરાજ જરા વેગળા જાય તે શિક્ષકને ન પરવડે. આમ અક્ષયરાજનો વિનય ગુણ દરેકને આકર્ષિત કરતો અને વિનયગુણ વડે અક્ષયરાજના ગળામાં વિદ્યારૂપી વરમાળા દીપી ઊઠતી આથી બે ધોરણ એકી સાથે સાધ્ય કરી લીધાં.
ધન્ય એ ધરા
૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org