________________
છે ને? પરંતુ આ તો વાત હાથથી જવાની હતી. પતિના સંસાર ત્યાગની વાતથી તેમણે સખત આંચકો અનુભવ્યો. શાંત અને ગંભીર સ્વભાવી પત્નીએ કંઈ સંઘર્ષ ન કર્યો, પણ ઘણી મૂંઝવણ થઈ. આથી તેમણે પોતાના પિતાને પત્ર લખ્યો, કે તમારા જમાઈએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. તો તમે અમારા હિતમાં તેમને સમજાવશો. જેથી તેઓ ઘરમાં રહીને સાધના કરે. થોડા દિવસ પછી પિતાનો પત્યુત્તર આવ્યો.
મથાળુ - આનંદના સમાચાર
તમારા પત્રથી અક્ષયરાજના દીક્ષાના સમાચાર જાણી અત્યંત આનંદ થયો. માનવજીવનને સફળ કરવાનો આ માર્ગ વિરલા જીવોને પુણ્યોદયે પ્રાપ્ત થાય છે. જો આ ભવ સાર્થક ન થયો તો જન્મમરણના ફેરા ચાલુ રહે છે. હું પણ થોડા વખતથી આ જ વિચારમાં હતો કે કોઈ સાથ મળે તો દીક્ષા ગ્રહણ કરું. અક્ષયરાજને ધન્યવાદ છે. મને સારો સહયોગ મળી ગયો. તમે બાળકોની કે તમારી કંઈ ચિંતા ના કરશો, અમે તેની પૂરી વ્યવસ્થા કરીશું. 3. રતનબહેનને માથે આભ તૂટી પડ્યું, ધાર્યું હતું શું? અને બન્યું શું? હવે ક્યાં જવું? અને વિચારના પ્રવાહમાં ઘેરાઈ ગયાં. પતિ વગરનું ઓશિયાળું જીવન, સૂનું જીવન. હું પતિ સાથે દીક્ષા લઉ તો વળી બાળકોનું શું? આમ એમને ભાવિ ચિંતાએ ઘેરી લીધાં.
બપોરનો સમય હતો. પતિ વ્યાપારે, પુત્રો નિશાળે હતા. રોજના નિયમ પ્રમાણે તેમણે સામાયિક લીધું. અને ધર્મ સહાય કરશે તેવી ભાવના કરવા લાગ્યાં. અને તેમને પણ અંતરમાં અવાજ આવ્યો કે જે માર્ગે પતિ તે માર્ગે પત્ની, જે માર્ગે પિતા તે માર્ગે પુત્રો અલ્પકાલીન માનસિક સમાધાન મેળવ્યું. પતિ પાસે પ્રસ્તાવ મૂક્યો કે તમે અમારા માટે શું નિર્ણય કર્યો છે? જો તમારે માર્ગે જ કલ્યાણ છે તો અમને પણ એ જ માર્ગમાં રુચિ થાય તેવું કરો. ઉતાવળ ન કરશો.
અક્ષયરાજ સંયમમાર્ગની દઢતાવાળા હતા રોકાવાનું બહાનું ખાતું ન હતું. અંતર કરુણાવાળું હતું. તેઓ પત્નીનો પ્રસ્તાવ સાંભળી વિચારમાં પડી ગયા. આનું સમાધાન સંસારી ન આપી શકે, સંયમી આપી શકે. અક્ષયરાજને સમાધાન માટે બે જ સ્થાન હતા એક પ્રભુ અને બીજા ગુરુ-સાધુજનો.
પરિવાર પણ પરમાર્થ પંથે આથી તેઓ પૂ. સુખસાગરજી મ. સા. પાસે ગયા અને બધી હકીકત ધન્ય એ ધચ
૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org