________________
પ્રલોભનીય શૂદ્રતા તેમને સ્પર્શતી ન હતી. દરેક ક્ષેત્રે આત્મનું ઓજસ પ્રગટ થતું. તેથી આશ્ચર્ય છે કે એ મરૂભૂમિમાં અન્ય પાક આપવાને બદલે ધરતીએ અનુપમ પાક, ચિરસ્થાયી પાક ઉત્પન્ન કર્યો. જ્યાં આપણા કથાનાયકનો જન્મ થયો. ધન્ય એ ધરા
એ રાજસ્થાનના જોધપુરથી લગભગ ૧૫૦ કિ.મિ. દૂર ફ્લોદી નામનું સમૃદ્ધ નગર છે. જ્યાં વ્યાપારઉદ્યોગ વિકસતા જાય છે. સવિશેષ ત્યાંની પ્રજા સત્ત્વશાળી હતી અને છે. ધર્મનાં અનેક સ્થાનો છે. તેમાં ૧૭ જેવાં જિનાલયો આજે પણ અડીખમ ઊભાં છે. લગભગ જૈનોની પાંચેક હજાર જેવી વસતી છે. વળી મોટા ભાગના જૈનો વ્યાપારાર્થે દેશમાં અન્યત્ર જઈને વસ્યા છે. કેટલાક પરદેશ જઈને વસ્યા છે.
આજ લોદીનગર એ આપણા અધ્યાત્મયોગી આચાર્યશ્રી વિજય પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીનું જન્મસ્થાન.
લગભગ એક સદી પહેલાં ફલોદીમાં લુક્કડ પરિવાર વસેલું હતું. તેમાં લક્ષ્મીચંદ શેઠ અને શેરબાઈનું સાધનસંપન્ન કુટુંબ. પૂરા નગરમાં તેની યશકીર્તિ ફેલાયેલી હતી..
એ લક્ષ્મીચંદ શેઠને પાબુદાન નામે પુત્ર અને ખમાબાઈ પુત્રવધૂ હતા. પતિપત્ની બંને ઉદાર અને સરળ પ્રકૃતિવાળાં, ધાર્મિક સંસ્કારથી રંગાયેલાં હતાં. આ દંપતીના પ્રથમ ત્રણ પુત્રો અલ્પાયુષી હતા. ત્યાર પછી વિ. સં. ૧૯૮૦માં વૈશાખ સુદ ૨ ના રોજ સાંજે પ-૩૦ વાગે એક પુણ્યશાળી પુત્રનો જન્મ થયો જેનું નામ અક્ષયરાજ પાડવામાં આવ્યું.
કેમ જાણે ફૈબાને સંકેત મળ્યો હશે કે આ રૂડો જીવ ભાવિમાં અક્ષયરાજ લેવા પ્રભુમાર્ગે પ્રયાણ કરવાનો છે.
અક્ષયરાજના બાળપણથી જ લક્ષણો પણ જ્ઞાનવૃદ્ધ જેવા હતા. સ્વભાવે માતાપિતા જેવા સરળ અને ઉદાર. પ્રકૃતિએ પ્રસન્નતા જે જીવનના અંતકાળ સુધી પાંગરતી જ રહી. વાણીમાં મધુરતા, નયનોમાં અમી, વય વધતી ગઈ તેમ તેજસ્વી વ્યક્તિત્વ પ્રગટ થતું રહ્યું.
માનવજન્મ સાથે માનવને યોગ્ય જીવનની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. પાંચ વર્ષનો અક્ષયરાજ પ્રાથમિક શાળામાં ભણવા ગયો, પુછયયોગે બુદ્ધિની પટુતા,
૧૮૨
ધન્ય એ ધરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org