________________
૨૩૦૪ x ૯૬ કરણયોગ: ૨,૨૧,૧૮૪ ૨૩૦૪ x ૯૬ ભવનયોગ ૨,૨૧૧૮૪ કુલ ૪,૪૨,૩૬ ૮ ધ્યાનના ભેદો છે.
ચાર લાખ બેંતાલીસ હજાર ત્રણસો સડસઠ એ છઘના ધ્યાનના પ્રકારો છે.
આમ અનેક પ્રકારો યુક્ત ધ્યાનના પ્રવાહોની વિશદતા અભ્યાસીઓએ ગ્રંથ દ્વારા જાણવી.
હે ભવ્યાત્મા તારે ધ્યાનમાર્ગે જવું છે તો ચાર લાખ ઉપરાંતનાં ધ્યાનમાં રહસ્યો તને ઓછા પડે છે. અને આટલી લાંબી મંઝિલે ના જવું હોય તો એકજ ધ્યાન પર આવી જા અને તે પરમાત્માનું ધ્યાન જેનું ધ્યાવન કરવાથી તું સ્વયં પરમાત્મ સ્વરૂપે પ્રગટ થઈશ, તે સિવાય,
એહ ઉપાય. બહુ વિધિની રચના યોગ માયા તે જાણો. દ્રવ્ય ગુણ શુદ્ધ પર્યાય ધ્યાને શિવ દીએ સપરાણો. (શીઘ)
પૂ. મહો. યશોવિજયજી મહારાજ ખરેખર ગ્રંથકારે અન્ય ગ્રંથોનું દોહન કરી ખૂબ જ શ્રમ ઉઠાવ્યો છે જેમાં સ્વનું અધ્યયન તો ખરું જ પરંતુ પરઉપકાર પણ છે. સામાન્ય રીતે પ્રાકૃત અને ગૂઢ ભાષાના ગ્રંથો લોકભોગ્ય થતા નથી ત્યારે આવા ગ્રંથો મૃત જ્ઞાનની પરંપરા જણાવે છે અને સાધકોને શ્રુતજ્ઞાનનું મહાન અવલંબન મળી. રહે છે.
શ્રી અરિહંત પરમાત્માની પ્રસન્નતાની પ્રસાદિ પ્રાપ્ત કરવી છે? તો તેમની આજ્ઞા આત્મસાત્ બનવી જોઈએ.
ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું, રાખવું એ જ પ્રભુની આજ્ઞા છે. સર્વ જીવોને આત્મતુલ્ય જોવામાં દર્શનગુણની સાર્થકતા છે. સર્વ જીવોને આત્મતુલ્ય જાણવા જ્ઞાનગુણની સાર્થકતા છે. સર્વ જીવો સાથે આત્મતુલ્ય વર્તવામાં ચારિત્રગુણની સાર્થકતા છે.
૧૮૦
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org