________________
સંવરભાવના ૯. નિર્જરાભાવના ૧૦. લોકસ્વભાવભાવના ૧૧. બોધિ દુર્લભભાવના ૧૨. ધર્મદુર્લભભાવના. કોઈ શાસ્ત્રમાં ક્રમમાં ફેરફાર હોય છે.
તાત્પર્ય કે ચિંતા : સામાન્ય રીતે ચિત્તની ચંચળ અવસ્થા છે, તે વખતે જીવ જુદા જુદા વિકલ્પોમાં વ્યસ્ત હોય છે. ધ્યાનમાં ચિત્ત નિશ્ચળ બને છે ત્યારે એક વિષયનું ચિંતન હોય છે. શ્રુત જ્ઞાનમાં ચિંતનની વિશેષતા છે.
ભાવના ક્રિયાત્મક છે. ધ્યાનાભ્યાસની એક પ્રવૃત્તિ છે. ભાવનાથી મન, વચન, કાયાના યોગની નિર્મળતા થાય છે. જ્ઞાનાદિ પંચાચારના પાલનની વિશેષતા છે.
અનુપ્રેક્ષા: ભાવનાની પુષ્ટિ, અથવા સૂક્ષ્મ પરિશીલન છે.
આ સર્વે પ્રકારો ધ્યાનની ભૂમિકારૂપ છે. આ ઉપરાંત શાસ્ત્રમાં ધ્યાનની ઘણી વિશદતા આગમિક છે. સાધક માટે મોક્ષપ્રાપક છે. તે સિવાયના અન્ય ધ્યાન વિધિઓ મનાદિયોગની સપાટી ઉપરના છે. વધુ અભ્યાસ માટે સાધકે ધ્યાનવિચાર, ધ્યાનશતક જેવા ગ્રંથોનો અભ્યાસ કરી ગુરૂગમે ધ્યાનમાર્ગે જઈ આત્મહિત સાધવું. ક્રિયાયોગ પણ જ્ઞાન અને ધ્યાનયોગ વડે સફળ બને છે. તે સિવાય ક્રિયાયોગ બોલતપની જેમ આત્મશુદ્ધિનો હેતુ બનતો નથી.
અંતમાં એક નોંધ લેવી ઘટે કે જ્યારે અન્ય દર્શનીઓ દ્વારા સાંભળવામાં આવે કે જૈનદર્શનમાં ક્રિયાયોગની વિશેષતા છે તેમને જાણીને આશ્ચર્ય થશે કે જૈન દર્શનમાં ધ્યાનના પ્રકાર ચાર લાખ ઉપરાંત છે. આ ધ્યાન કેવળ શારીરિક ક્રિયા નથી પણ મનને સંયમમાં રાખવું. વૈરાગ્ય વાસિત થવું વગેરે કઠિન લાગવાથી જનસમૂહ સરળ પ્રયોગોમાં ભ્રાંત થાય છે.
ધ્યાનના પ્રકારની આછી રૂપરેખા: યોગ, વીર્ય, સ્થામ ઉત્સાહ પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય આ આઠ પ્રકાર તેને પ્રણિધાન, સમાધાન સમાધિ અને કાષ્ઠા ચાર પ્રકારો વળી ધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ, દરેકના પ્રકારો આમ ૮ x ૪ x ૩: ૯૬ પ્રકાર ભવનયોગ છે. - કરણના બાર પ્રકાર મન, ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, સ્મૃતિ, બુદ્ધિ, ઈહા, મતિ, વિતર્ક, ઉપયોગ.
કિરણના ૧૨ ભેદને યોગાદિ આઠ ૧૨૪૮ = ૯૬
૯૬ x ૨૪ પ્રકારનું ધ્યાન ૨૩૦૪ પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org