________________
અભાવવાળી સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. ધ્યાન માટેની ભિન્ન ભિન્ન પરિભાષાઓ પણ છે.
શ્રી સમવાયાંગસૂત્રમાં એક વસ્તુમાં અંતમુહૂર્તકાળ સુધી ચિત્તની અવસ્થાને ધ્યાન કહ્યું છે.
તત્ત્વાર્થસૂત્રમાં એકાગ્ર ચિંતા નિરોધ અર્થાત્ કોઈ એક વિષયમાં સ્થિરતાને ધ્યાન કહ્યું છે.
પૂ. શ્રી હરિભદ્રસૂશ્વરજીએ મોક્ષપ્રાપક ધર્મવ્યાપારને યોગ) ધ્યાન કહ્યું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યશ્રીએ પદસ્થ આદિ ધ્યાનની પ્રણાલિ દર્શાવી છે. શ્રી કેસરસૂરીશ્વરજીએ ધ્યાનદીપિકામાં બારભાવનાના ભાવનને ધ્યાન કહ્યું
શ્રી પાતંજલ ઋષિએ સ્વરચિત યોગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને યોગધ્યાન કહ્યું છે.
ધ્યાન વિચાર પ્રસ્તુત ગ્રંથમાં ચિંતા ચિંતન) અને ભાવનાપૂર્વકના સ્થિર અધ્યવસાયને ધ્યાન કહ્યું છે. ઉપરના પ્રકારો કરતાં ગ્રંથકારે ધ્યાનની વિશેષતાઓ દર્શાવી છે જે આગમિક છે. ગ્રંથકારનું નામ અજ્ઞાત છે, પરંતુ મહાન ગીતાર્થ હોવા જોઈએ.
પ્રસ્તુત ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે સ્થિર નિશ્ચલ અધ્યવસાય, અર્થાત આત્માનો પરિણામ – આત્માનો ઉપયોગ એ ધ્યાન છે. ધ્યાનમાં સ્થિરતાનિશ્ચલતા લાવવા માટે પ્રથમ ધ્યેય પદાર્થનું ચિંતન અને ભવન જરૂરી છે, ત્યાર પછી જ એકાગ્રતાપૂર્વકનું ધ્યાન થઈ શકે છે.
પોતાના દેહાદિને અનુકૂળ સામગ્રીની પ્રાપ્તિ અને પ્રતિકૂળ સામગ્રીની પ્રાપ્તિ માટે જીવને હિંસાદિ અવત, ક્રોધાદિ કષાય, ઈષ્ય જેવાં પાપ અંગે ચિત્તમાં વારંવાર વિચારવૃત્તિ ઊઠે છે તે અશુભ ચિંતા હોવાથી અશુભભાવ
આમ અનાદિકાળથી અભ્યસ્ત જીવને અશુભ ચિંતા અને અશુભ ભાવનાને કારણે વારંવાર આર્ત અને રૌદ્રધ્યાન થયા કરે છે. આ બંને પ્રકારના અશુભ ધ્યાન એકેન્દ્રિયથી માંડીને સમુચ્છન પંચેન્દ્રિય સુધીના સર્વ અસંશી જીવોને અને મનવાળા સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ જીવોને હોય છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org