________________
આ અશુભ ધ્યાનનું નિવારણ કરી શુભ ધ્યાનને લાવવા માટે શુભ ચિંતા (ચિંતન) શુભભાવના આવશ્યક છે.
ચિંતા-ચિંતન વિચારત્મક છે. તે જીવાદિ તત્ત્વોનું અને પરમતત્ત્વનું યથાર્થ સ્વરૂપ ચિંતવવું. તેમાં સાત તત્ત્વોને અનુસરીને સાત પ્રકારનું શુભ ચિંતન છે. પાપપુણ્ય રહિત તત્ત્વ નવ કહ્યા છે)
ભાવના – આચારાત્મક છે, તેમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, વૈરાગ્યનો અભ્યાસ કરવો તે ચાર પ્રકારની શુભભાવના છે.
આગમિક પરિભાષામાં કહીએ તો ચિંતા-ચિંતન એ ગ્રહણ શિક્ષાસ્વરૂપ છે અને ભાવના આસેવન શિક્ષા સ્વરૂપ છે.
યદ્યપિ ચિંતા અને ભાવના એ ધ્યાનની પૂર્વભૂમિકા છે. સાધકે જે ધ્યેય બાંધ્યું હોય તે પ્રકારે તેને અનુરૂપ વિષયનું ચિંતન કરવાથી ધ્યાનમાં સરળતાથી પ્રવેશ થાય છે. અને તેમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
ચિંતનરૂપ જ્ઞાન શક્તિ અને પંચાચારના અભ્યાસરૂપ વીર્યશક્તિ દ્વારા જ્યારે સાધકના આત્મ પરિણામ ધ્યેયમાં સ્થિર થાય છે ત્યારે તેને ધ્યાન કહેવાય છે.
વાસ્તવમાં પરમાત્મામાં ધ્યાતા – અંતરાત્માનું એાગ્ર ચિત્ત થવું અને પરમાત્માનો સંયોગ થવો તે ધ્યાન યોગ છે.
સમ્યગુદર્શન – જ્ઞાન – ચારિત્ર ત્રણેની એકતા મોક્ષનો માર્ગ છે, આ રત્નત્રયીની આરાધના એ મોક્ષનો રાજમાર્ગ છે. શુભધ્યાનમાં આ રત્નત્રયી અંતર્ભત હોવાથી શુભ ધ્યાન એ મોક્ષનો રાજમાર્ગ છે.
શુભધ્યાનના મુખ્ય બે પ્રકાર છે. (૧) ધર્મધ્યાન (૨) શુક્લધ્યાન.
આ બંને ધ્યાનમાં મોક્ષમાર્ગ સમાયેલો છે. તેથી ધ્યાનયોગ એ દ્વાદશાંગી રૂપ જિનશાસનનો સાર છે. શેષ સર્વ અનુષ્ઠાનો ધ્યાનયોગને સિદ્ધ કરવાનાં ભૂમિકાનુસાર સાધનો છે.
ધ્યાનયોગ મોક્ષપ્રાપ્તિનું અનંતર સાધન છે. સર્વ વિરતિ, દેશવિરતિના આચારો, આવશ્યકાદિ સદ્અનુષ્ઠાનો પરંપરા એ મોક્ષનાં સાધનો છે.
જીવની મુખ્ય બે શક્તિ છે યોગ અને ઉપયોગ. યોગ એ આત્માની ક્રિયાત્મક શક્તિ-વીર્યમ્હરણરૂપ શક્તિ છે અને ઉપયોગ ભાવાત્મક શક્તિ
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org