________________
સ્તવન વડે, ઉત્તમ દ્રવ્ય વગેરેની પૂજા વડે તથા વ્રત, નિયમ અને ચારિત્રના પાલન વડે થાય છે.
આમ આજ્ઞાવિય ધર્મધ્યાનના અભ્યાસ પછી શેષ પરમ ધ્યાનાદિ અનુક્રમે સિદ્ધ થાય છે. તે ધ્યાનોના આલંબનથી ભક્ત-સાધક ભગવાનના શુદ્ધતમ સ્વરૂપમાં તન્મય બની અનુક્રમે સ્વ-શુદ્ધસ્વરૂપને સાધે છે. ૨ પરમ ધ્યાન:
ધર્મધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસથી સાધક આત્મામાં જ્યારે ઉત્કટ પ્રકારની ક્ષમા, મૃદુતા, ઋજુતા, સંતોષ, આદિ ગુણો અને મૈત્રી આદિ ભાવો વૃદ્ધિ પામે છે ત્યારે પરમ ધ્યાનરૂપ શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. ધર્મધ્યાન એ શુક્લધ્યાનનું બીજ છે. શુક્લધ્યાનનો પ્રારંભ મુખ્યતયા આઠમા ગુણ સ્થાનથી અગિયાર સુધી શ્રેણિસ્થ જીવોને હોય છે. ગૌણપણે અપ્રમત્તમુનિને પણ રૂપાતીત ધ્યાનાવસ્થામાં અંશ માત્ર હોય છે. ૩-૪. શૂન્ય પરમ શૂન્યધ્યાનઃ
શુદ્ધ તત્ત્વાદિના સવિકલ્પ ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસ પછી ચિત્ત બાહ્ય વ્યાપાર અને વૃત્તિથી શૂન્ય બને છે ત્યારે સગુણ સાકાર પરમ બ્રહ્મરૂપ ધ્યેય સાથે તાદાસ્યપણાને ધારણ કરે છે તેને ભાવશૂન્યધ્યાન કહે છે. આ ધ્યાનના નિરંતર અભ્યાસથી જ્યારે બાહ્ય અને આંતર બંને પ્રકારની વૃત્તિઓથી ચિત્તશૂન્ય બને છે ત્યારે જ્ઞાન અને આનંદમય આત્માને અનુભવે છે.
મનને પ્રથમ ત્રિભુવન વ્યાપી કરીને પછી એક જ વસ્તુમાં સંકોચી લઈને પછી તેમાંથી ખસેડી લેવામાં આવે તે પરમ શૂન્યધ્યાન છે. પ-૬. કલા – પરમકલાધ્યાન:
ચિત્તની વિકલ્પરહિત અવસ્થા થવાથી પ્રાણ શક્તિરૂપ કુંડલીની સહજ ઊર્ધ્વગામી બને છે, તેમાં મુખ્યતયા કારણ શુભધ્યાનની પ્રબળતા છે. તેવા સાધકને દેશ, કાલ, કરણ કે આસન વગેરે કોઈ અન્ય સાધનોની અપેક્ષા રહેતી નથી. તે સહજ સમાધિને સૂચિત કરે છે. તેમાં સાધકને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. કુંડલિની ઉત્થાનની સર્વ પ્રક્રિયાઓ કલાધ્યાનમાં અંતર્ભત
૧૬૬
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org