________________
જે મોક્ષમાર્ગ દર્શાવવામાં આવ્યો છે તે સર્વાગ સંપૂર્ણ છે. મોક્ષ પ્રાપક અર્થાત્ આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં સમર્થ ધર્મ, અધ્યાત્મ કે યોગની સાધના જેવી ભૂતકાળમાં હતી, તેવી જ આ જ પણ જૈનશાસનમાં વિદ્યમાન છે, જીવંત છે અને રહેશે. યદ્યપિ જૈનશાસનમાં વર્તમાનમાં ધ્યાન-યોગનો માર્ગ લુપ્ત થયો છે, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે. એમ કહેવા કરતાં તે માર્ગે ચાલવાની રુચિ ખૂબ જ ઓછી થઈ ગઈ છે, તેને પ્રદીપ્ત કરવા જે સમ્યકપુરુષાર્થ જોઈએ તે બહુ વિરલ જોવા મળે છે. તેને વિકસાવવાની વિશેષ આવશ્યકતા છે તેમ કહેવું ઉચિત અને સંગત લાગે છે. - તત્ત્વતઃ ધ્યાનયોગની સાધના કંઈ આસન, પ્રાણાયામ કે માત્ર મનની એકાગ્રતા કે નિર્વિચાર સ્થિતિ નથી. એ તો આત્મા અને પરમાત્મા વચ્ચેની, આત્મા અને સર્વ જીવાત્માઓ વચ્ચેની એક ભાવાત્મક ભૂમિકા છે. વ્યક્તિગત સંકુચિતતાના કુંડાળામાંથી બહાર નીકળીને વિશ્વાત્માની પરિધિમાં આત્માનો ભાવોત્કર્ષ કરવા માટે ધ્યાનયોગની સાધના છે.
ધ્યાનયોગની સાધના માટે ઉત્સુક વ્યક્તિ સર્વપ્રથમ જાત તપાસ કરે, આત્મનિરીક્ષણ કરે, કે પોતાની અંતવૃત્તિ સંસારાભિમુખ છે કે આત્માભિમુખ
ધ્યાનયોગની સાધના માટે સર્વ પ્રથમ શ્રદ્ધા જરૂરી છે. આત્મસમર્પણ ભાવ હોવો જોઈએ. આત્મશુદ્ધિની ઝંખના જોઈએ. કર્મમલથી મુક્ત થવાની ઝંખના જોઈએ.
આ સાધક તીવ્રભાવથી આરંભ-સમારંભ કે પાપ ન કરે. સંસારના સુખોની તીવ્ર આસક્તિ ન હોય તેમજ જીવનમાં ન્યાયી વલણ હોવું જોઈએ.
ધ્યાનયોગની રુચિ એટલે આત્માના ધ્યાનની રુચિ, આત્મા જ્યારે ધ્યાનને વિષયભૂત બને છે ત્યારે શુદ્ધિનું જતન કરવાની નિર્મળ બુદ્ધિ સહેજે કામ કરે
આત્મા રુચે ક્યારે ? આત્માથી ભિન્ન પરપદાર્થોની આસક્તિ અત્યંત મંદ પડે ત્યારે પર પદાર્થોની મમતાનો સમૂળો છેદ કરવાની તેમજ આત્મામાં અપૂર્વ રુચિ પેદા કરવાની અચિંત્ય શક્તિ જૈનદર્શનનાં પ્રત્યેક ધાર્મિક સૂત્રો અને અનુષ્ઠાનોમાં વ્યાપક છે, તેમાં લીનતા તે ધ્યાન યોગ છે. ધ્યાનયોગ પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org