________________
- આ ચક્રો આધારિત ધ્યાનમાં કુંડલિની ઉત્થાનની પ્રક્રિયા સમાય છે.
શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જીવો શુદ્ધ છે. ઈત્યાદિ આગમવચનોનું સમ્યકપ્રકારે ચિંતન કરી નિઃશંકપણે પંચપરમેષ્ઠીઓનું પોતાના આત્મામાં આરોપણ કરી સ્વાત્માનું પરમેષ્ઠી સ્વરૂપે ધ્યાન કરવા આત્મા-પરમાત્માનું ઐક્ય સધાય છે. તેથી ધ્યાતાને પોતાના આત્મામાં રહેલી પરમાત્મ શક્તિનું શ્રદ્ધા અને જ્ઞાન પ્રગટે છે. પરમેષ્ઠી ભગવંતો સાથે અભેદ અનુભવાય છે. ધ્યાતા, ધ્યાન, ધ્યેયની ઐક્યરૂપ સમાપત્તિ એ ધ્યાનની ફળશ્રુતિ છે. ગુરુગમે આ ધ્યાન આરાધના યોગ્ય ફળપ્રદ બને છે.
ધ્યાનયોગ એ અધ્યાત્મજીવનનો મહત્ત્વનું અંગ છે. નિર્જરાનું અમોઘ સાધન છે. જીવ આહારાદિમાં નિર્દોષતા જાળવે. કંઈક નિવૃત્તિ મેળવે. પાપવ્યાપારથી મુક્ત રહી ધ્યાનમાર્ગે જઈ શકે છે. તેની વાસ્તવિક અને પ્રાથમિક પ્રક્રિયા આ પ્રમાણે છે જેમાં ગુરુગમે અથાગ પ્રયત્ન અને પ્રબળ શ્રદ્ધા વડે અભ્યાસ કર્યા કરે તો ધ્યાન દ્વારા મુક્તિપંથે સિદ્ધિ પ્રાપ્ત થવા સંભવ
ધ્યાનવિચાર ગ્રંથ ઉત્તર વિભાગ:
ધ્યાનસાધનામાં પ્રવેશ અને પ્રગતિ કરવા ઇચ્છતા સાધકોએ ધ્યાનના પૂર્વભ્યાસ માટે ધ્યાનમાં લક્ષણોમાં બતાવેલી ચિંતા” (ચિંતન) અને ભાવના અનુક્રમે શ્રુતજ્ઞાન અને પંચાચારના પાલનરૂપ છે તેનો જીવનમાં નિત્ય નિયમિત અભ્યાસ કરવો.
પૌદ્ગલિક આશ્રિત ધ્યાનના પ્રકારો આધ્યાત્મિક વિકાસ કરી શકતા નથી. જીવનમાં થોડી શાંતિ આપી શકે. તનાવ મુક્ત થવા જેવું લાગે પરંતુ તે કર્મોનો નાશ કરનારા સ્થાયી પ્રકારો નથી. ચિંતા – ચિંતનનું સ્વરૂપઃ
જેમાં જિનપ્રણિત જગતના સ્વરૂપનું અનેક રીતે ચિંતન થઈ શકે જેમકે જીવાદિ સાત (નવ) તત્ત્વો, ચાર ગતિનાં દુઃખો. ચૌદ ગુણસ્થાનકના પ્રકારો. સિદ્ધસ્વરૂપના ભેદો. છ દ્રવ્યાદિનું સ્વરૂપ.
તે તે વિષયમાં મનની સ્થિરતા તે ધ્યાનરૂપ ચિંતન છે. ધ્યાન પછી કે
૧૬
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org