________________
લવધ્યાન છે. તથા ઉપશમ કે ક્ષપક શ્રેણિમાં જે જથ્થાબંધ કર્મોનો ઉપશમ કે મૂળથી ક્ષય થાય છે તેને પરમલવધ્યાન' કહે છે.
જેમ દાતરડા વડે ઘાસ કપાય છે તેમ શુભ ધ્યાન વડે કર્મો કપાય છે. પૂર્વના ધ્યાનના ભેદો દ્વારા કમોંમાં શિથિલતા આવે છે, તેથી તેને મૂળમાંથી છેદ આ ધ્યાન દ્વારા સરળતાથી થાય છે. ૧૯-૨૦ માત્રા-પરમાત્રા ધ્યાન:
અષ્ટ મહા પ્રાતિહાર્યયુક્ત સમવસરણમાં સ્ફટિકના સિંહાસન ઉપર બિરાજમાન તીર્થંકર પરમાત્મા ધર્મદેશના આપતા હોય તેઓના તુલ્ય સ્વાત્માને જોવો તે ધ્યાન “માત્રાધ્યાન” છે. આ ધ્યાન વડે સાધક ભાવથી તીર્થકર બને છે. ધ્યાતા જ્યારે જેનું ધ્યાન કરે છે ત્યારે તેના સ્વરૂપને ધારણ કરે છે, ત્યારે તે ધ્યાન સમાપત્તિ બને છે, તે તીર્થંકર નામ કર્મની નિકાચનાનો હેતુ છે. તેથી માત્રાધ્યાન એ તીર્થંકર પદ પ્રાપ્તિનું બીજ છે.
ચોવીસ વલયોથી વેષ્ટિત પોતાના જ આત્માનું ધ્યાન કરવું તે પરમમાત્રા ધ્યાન” છે ચોવીસ વલય અર્થાત્ ચતુર્વિધસંઘ, દ્વાદશાંગી પ્રથમ ત્રણ ગણધર રૂપ તીર્થનું સ્મરણ ચિંતન, તથા સર્વ દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન થતું હોવાથી આ ધ્યાનનો વિષય ત્રિભુવન વ્યાપી બને છે. આથી અપૂર્વ આત્મોલ્લાસ પ્રગટે છે. દેહભાવે મોળો પડે છે. તેથી સર્વાત્મભાવની અનુભૂતિ થાય છે. ૨૧-૨૨ પદ-પરમપદ ધ્યાન:
પદ ધ્યાનમાં શ્રી અરિહંતાદિ સર્વશ્રેષ્ઠ પાંચ પરમેષ્ઠિ ભગવંતોનું ધ્યાન થાય છે તેને પરમેષ્ઠિધ્યાન તથા નમસ્કારધ્યાન પણ કહે છે. આ પદ ધ્યાન સૌથી સરળ છે, વ્યાપક છે, ઉપકારક છે, ક્રિયાયોગમાં પણ પદ ધ્યાનની વ્યાપકતા રહેલી છે.
આબાલ ગોપાલ ચતુર્વિધ સંઘ સર્વ પોતાના ઈષ્ટ પરમાત્માના નામ અને મંત્રપદનું સ્મરણ, ચિંતન અને ધ્યાન કરે છે. તેના દ્વારા ચિત્તની પ્રસન્નતા અને પવિત્રતા પ્રાપ્ત કરી આત્મિક ઉત્થાન કરે છે.
આ રીતે પદ ધ્યાન મંત્રાધિરાજ શ્રી નવકારનાં પદોનું ધ્યાનક્રિયાયોગ, ધ્યાનયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગમાં વ્યાપક હોવાથી તેની ઉપકારકતા સકળ
પરિશિષ્ટ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org