________________
શાંતિદાયક લાગે પણ તેમાં કર્મોનો ક્ષય થતો ન હોવાથી એ શાંતિ સ્થિર બનતી નથી કે આત્મશાંતિરૂપે હોતી નથી, માટે ભલે શ્રમ પડે, સમય લાગે પણ યોગ્ય માર્ગદર્શન લઈ ધ્યાનના વાસ્તવિક સ્વરૂપને આરાધવું જોઈએ.
ધ્યાનયોગ વિષે સિદ્ધર્ષિગણિએ પ્રકાર્યું છે કે સાગર જેવી વિશાળ દ્વાદશાંગીનો સાર નિર્મળ ધ્યાનયોગ છે શ્રાવક અને સાધુના જે મૂળ ગુણો કે ઉત્તર ગુણો બતાવ્યા છે અને જે જે બાહ્ય ક્રિયાઓ બતાવી છે તે સર્વ ધ્યાનયોગ સિદ્ધ કરવા માટે છે. તેનો ક્રમ અને ઉપાય આ છે.
મુક્તિ માટે ધ્યાનની સિદ્ધિ અને ધ્યાનની સિદ્ધિ માટે મનપ્રસાદ-ચિત્તની પ્રસન્નતા સાધવી જોઈએ, તે અહિંસાદિ જે સક્રિયાઓ છે) વિશુદ્ધ અનુષ્ઠાનોના આસેવનથી સાધી શકાય છે. | સર્વ જિનાગમોમાં કે અન્ય ગ્રંથોમાં પ્રારંભથી અંત સુધી ધ્યાન' પદાર્થ અનેક રીતે વ્યાપ્ત છે. આ ગ્રંથોના વિધિ બહુમાનપૂર્વક અભ્યાસ, મનન, પરિશીલન કરવાથી એ પદાર્થ સમજાય છે.
જિનશાસનના પ્રત્યેક અનુષ્ઠાન એ મોક્ષના જ હેતુ છે. કારણ કે તે તાપૂર્વકના હોય છે. તપ એટલે બાહ્ય ક્રિયા કે દેહદમન નહિ પણ સર્વ પ્રકારની ઇચ્છાઓનો નિરોધ, નષ્ટ કરનારું અનુષ્ઠાન.
ચિત્તની શુદ્ધિ ક્યારે થઈ ગણાય કે જ્યારે ચિત્ત સનું વ્યાસંગી બને જડ-અસત્ પદાર્થો વડે ચિત્ત ન રંગાય.
મનને અશુદ્ધ અને ચંચળ બનાવવામાં જેમ કાયા અને વચનની પ્રવૃત્તિ અગત્યનો ભાગ ભજવે છે તેમ મનની શુદ્ધિ અને સ્થિરતામાં પણ કાયા અને વાણી પોતાનો ભાગ ભજવે છે. માટે તે ત્રણેનું શુદ્ધિનું અને સ્થિરતાનું ધ્યાનમાં અગત્યનું સ્થાન છે. તે માટે શ્રાવકને સામાયિક અને સાધુને અષ્ટ પ્રવચન માતાનું સેવન અત્યંત જરૂરી છે. ધ્યાનવિચાર ગ્રંથમાં ધ્યાનની પરિભાષા.
ચિંતા-ચિંતન અને ભાવનાથી ઉત્પન્ન થયેલો સ્થિર અધ્યવસાય એ ધ્યાન છે અર્થાત્ આત્માના સ્થિર અધ્યવસાય પરિણામ) તે ધ્યાન કહેવાય છે. અને જે અધ્યવસાયો “ચલ' (ચંચળ) હોય તે ચિંતન કહેવાય છે.
ચિત્તથી સ્થિરતા સિદ્ધ કરી પરમાત્મ સ્વરૂપમાં – શુદ્ધસ્વભાવમાં ચિત્તનો ૧૬૪
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org