________________
છે. પ્રત્યેક પ્રવૃત્તિમાં જીવની આ બંને શક્તિઓ કાર્યશીલ હોય છે. તે બંને શક્તિઓની અભ્યાધિકતા પ્રમાણે ધ્યાનની ભિન્ન ભિન્ન ભૂમિકાઓ ઘટી શકે
આથી અનુષ્ઠાનના સેવન વડે યોગ અને શ્રુતજ્ઞાનના સેવન વડે ઉપયોગરૂપ બંને શક્તિઓ ઉત્તરોઉત્તર વિકસે છે.
ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં ધ્યાનના ૨૪ પ્રકાર દર્શાવ્યા છે. તેમાં પ્રથમ ધર્મધ્યાનનાનો નિર્દેશ કરી જિનાજ્ઞાનું ધ્યાન એ પરમાત્માનું ધ્યાન છે તેથી સર્વ પ્રથમ જિનાજ્ઞાનો મહિમા બતાવ્યો છે. જિનાજ્ઞા અને પરમાત્માનું ધ્યાન એક જ છે.
જિનાજ્ઞા – વિશ્વ જંતુ હિતકર આજ્ઞાનું નિર્મળ અને સ્થિર ચિત્તે ચિંતનમનન-પાલન તે સર્વ ધ્યાનના ભેદોનો પાયો છે. ત્યાર પછી પરમ ધ્યાન આદિ ધ્યાનો અનુક્રમ સિદ્ધ થાય છે.
શ્રાવક ઘણા કર્મોવાળો હોવાથી દ્રવ્યપૂજા વડે પ્રગટેલા શુભભાવ દ્વારા સર્વ વિરતિને – વૈરાગ્યને પામી સર્વ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામી પોતા વડે સર્વ જીવોને થતી પીડાથી મુક્ત કરી સ્વયં મુક્તિ સુખને પામે છે. આવા ક્રમ સિવાય કેવળ શુદ્ધાત્માનું ધ્યાન એ શુષ્ક ધ્યાન છે.
આ રીતે મુમુક્ષુ સાધક પોતાના આત્મપ્રદેશો સાથે દઢપણે ચોટેલા કમાણુઓને દૂર કરવા, ક્ષય કરવા શુભ આલંબનો દ્વારા પોતાના આંતર આત્મિક પુરુષાર્થને ઉત્તરોઉત્તર વેગવંતો બનાવતો રહે છે, તેના દ્વારા ધ્યાન સાધનામાં આવતા વિક્ષેપોને દૂર કરે છે. આત્મસ્વભાવમાં જેમ જેમ લીનતા વધતી જાય તેમ આત્મપ્રદેશો પરના કમણુઓની પકડ શિથિલ થાય છે.
(જન્મમરણથી મુક્ત કરનાર ધ્યાનયોગની જૈનદર્શનમાં વિશિષ્ટતા અને વિશદતા આગમિક ગ્રંથોમાં હોવા છતાં વર્તમાન કાળમાં તે પ્રત્યે સાધુસમાજ આદિ ઉપેક્ષા સેવે છે, આથી કેટલાક મુગ્ધ જીવો ધ્યાન માટે અન્યત્ર ફાંફાં મારે છે. જો બાહ્ય ક્રિયાયોગની અત્યંત વૃદ્ધિ થઈ શકે છે તેવા સમાજને ધ્યાનયોગમાં કેમ ન જોડી શકાય ? કે જે વડે આવો ઉત્તમ લાભ છે? અન્ય ધ્યાનના પ્રકારો મનની સપાટી સુધીના હોવાથી સરળ સહેલા લાગે છે. તેથી જીવો તેમાં દોરવાય છે. પણ એ ધ્યાનના પ્રકારો કર્થચિત મનને તત્કાળ પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org