________________
પરમાત્મા? જીવ જ્યારે પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમય પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે ત્યારે તે પરમાત્મા કહેવાય છે. જે સાધ્ય છે.
પરમાત્મા પ્રચ્છન્નરૂપે સર્વ જીવોમાં રહેલો છે. ગાઢ અંધકારરૂપી ભસ્મથી આચ્છાદિત તે પરમાત્મસ્વરૂપનો અનુભવ પ્રબળ ધ્યાનશક્તિ વડે થઈ શકે છે.
આત્મા પરમાત્માનો સમ્યગુયોગ એ અંતરાત્મદશા છે. તે ધ્યાનયોગ અને આત્માનુભવસ્વરૂપ છે. અંતરાત્મદશાનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ અજ્ઞાનનાં આવરણો દૂર થતાં જાય અને પરમાત્મસ્વરૂપ પ્રગટ થતું જાય.
ધ્યાનની સફળતા અને સિદ્ધિ માટે ધ્યેય પણ સર્વોચ્ચ, પરમ પવિત્ર, સર્વગુણ સંપન્ન હોવું જોઈએ. તે ધ્યેય પરમાત્મા જ છે. પરમાત્માનું જ્ઞાનપૂર્વક શરણ ગ્રહણ કરવાથી તેમનામાં રહેલા શુદ્ધ ધર્મનું બહુમાન થાય છે, અને તેથી શરણાગત સાધકમાં શુદ્ધ ધર્મ પ્રગટે છે. તે પરમાત્માનું સ્વરૂપ ધ્યાતાએ જાણવું જોઈએ.
પરમાત્મા શુદ્ધબુદ્ધ સકળ ઉપાધિ રહિત છે. વ્યક્તિરૂપે મોક્ષમાં બિરાજમાન છે. શક્તિરૂપે સર્વ જીવ જગત વ્યાપક છે. જ્યાંથી પાણી પાછી ફરે છે, મનની ગતિ ત્યાં થતી નથી. તે માત્ર શુદ્ધ અનુભવ ગમ્ય છે.
પરમાત્માના સાકાર અને નિરાકાર બે ભેદ છે.
સદેહે પૃથ્વીતલ ઉપર વિચરી ઉપદેશ દ્વારા જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા તીર્થંકર એ સાકાર પરમાત્મા છે.
ઘાતી-અઘાતી સર્વ કર્મોનો સંપૂર્ણક્ષય કરી મનાદિ યોગથી રહિત બનેલા પરમ જ્યોતિર્મય, નિરાકાર, નિરંજન, પૂર્ણશુદ્ધ સ્વરૂપને પામેલા પૂર્ણગુણી સિદ્ધ પરમાત્મા નિરાકાર પરમાત્મા છે.
સ્વતુલ્ય સ્વરૂપ પ્રદાન કરવાના પરમાત્માના સહજ સ્વભાવને જાણીને યોગી પુરુષો તેમનું અભેદભાવે ધ્યાન કરે તે અભેદ ધ્યાનના પ્રભાવે પોતામાં પ્રચ્છન્નપણે રહેલ પરમાત્મ સ્વરૂપને પામે છે. ધ્યાનની વિશદતા ધ્યાને એકાગ્ર સંવિત્તિઃ
એકાગ્ર ધ્યાન એટલે એક આલંબનવાળું જ્ઞાન, અર્થાત્ વિજાતીય જ્ઞાનના ૧૬૦
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org