________________
૫. ધ્યાનવિચાર
ધ્યાનવિચાર - જૈનદર્શન પામેલા ભવ્યાત્માનું ધ્યેય, લક્ષ્ય અને આખરી કર્તવ્ય મોક્ષ છે. તે મોક્ષ સર્વથા કર્મના ક્ષયથી થાય છે. કર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે. માટે ધ્યાન આત્માનું હિત કરનાર છે. કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર.
આ સ્થિતિ ખરેખર હોવા છતાં પણ જૈનસંઘમાં ધ્યાનનો અભ્યાસ ઘણા સમયથી લગભગ નહિવત્ થઈ ગયો છે. એટલે સામાન્ય રીતે જૈન જૈનેતર સૌને એમ જ લાગે છે કે જૈન ધર્મ ક્રિયાકાંડમાં અને ઉત્સવોથી ભરેલો છે. ધ્યાન જેવી સાધનાઓ છે જ નહિ. તેથી તેઓ અન્યત્ર દોરવાઈ જાય છે.
આથી આ અનુવાદમાં મેં સહયોગ આપ્યો હતો. વળી આ. શ્રી કલાપૂર્ણસૂરીજીના હાથે એનું વિશદ વિવેચન થશે તેથી ઘણો આનંદ થયો.
શ્રી મુનિ જંબુવિજયજી. ધ્યાતા અંતરાત્મા ૫ મહોપાધ્યાયત્રી યશોવિજયજી મહારાજ
શાસ્ત્રકારોએ આત્માના ત્રણ પ્રકાર કહ્યા છે: બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા.
‘બહિરાભાઃ જીવ જ્યાં સુધી દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિવાળો હોય છે તે બહિરાત્મા. જે અવસ્થા ત્યાજ્ય છે.
અંતરાત્માઃ જીવની અંતરદષ્ટિ ઊઘડતાં આત્મામાં જ આત્મબુદ્ધિ થાય તે અંતરાત્મા. જે સાધનરૂપ છે, સાધક અવસ્થા છે. ચોથા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધીના સાધકો ધ્યાનયોગની ભિન્ન ભિન્ન અવસ્થાઓનો અનુભવ કરે છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org