________________
સતત શુભ ભાવનાનો વિષય બનાવીને અનુભવ કરી શકો છો. અરે શત્રુ પણ તમને ચાહવા લાગશે.
નામસ્મરણનો અપૂર્વ ચમત્કાર
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોનાં નામ-સ્મરણ-વંદન કીર્તન દ્વારા આત્માના અસંખ્ય પ્રદેશો પરના પુરાણા પાપના પરમાણુઓ નાશ પામે છે. આત્મા લઘુકર્મી બને છે, ધીમે ધીમે બહિરાત્મદશાથી વિમુખ થઈને, અંતરાત્માદશા સન્મુખ બનતો જાય છે, અંતે પરમાત્મદશાનો અનુભવ કરે છે. (કેવો સરળ ઉપાય છે )
ચૌદપૂર્વના સાર સમા આ મંત્ર દ્વારા વિભાવની ભયંકરતા અને સ્વભાવની ભદ્રંકરતાનું ભાન થાય છે. આથી આત્મા વિભાવથી વિરમી સ્વભાવમાં સ્થિર થઈ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે.
વિવેચનકાર પ. પૂ. આચાર્ય શ્રી કલાપૂર્ણ સૂરિજી મહારાજ
૧૫૮
નવકાર : સર્વ આગમોનો સાર નવકારમાં છે. આ નવકારને કદી નહીં ભૂલતા, નવકાર કહે છે તમે જો મારું સ્મરણ કરો છો તો સર્વ પાપોનો નાશ કરવાની જવાબદારી મારી છે. બધા જ આગમો નવકારને કેન્દ્રમાં રાખી પરિક્રમા કરી રહ્યા છે, ચૌદપૂર્વી પણ અંત સમયે નવકાર યાદ કરે છે, આવો મહામૂલો નવકાર મળ્યો છે તેને ભાગ્યની પરાકાષ્ઠા સમજો.
Jain Education International
For Private & Personal Use Only
શ્રી. કલાપૂર્ણપ્રબોધ
www.jainelibrary.org