________________
ધર્મતત્ત્વ એટલે પરમાત્માની આજ્ઞા અને તેનું પાલન એટલે ધર્મતત્ત્વની ઉપાસના.
આમ ત્રણે તત્ત્વની ઉપાસના દ્વારા આત્મતત્ત્વની ઉપાસના થાય. આમ પરમાત્મતત્ત્વની ઉપાસના દ્વારા જીવ શાશ્વત પદને પામે છે.
પૌદ્ગલિક પદાર્થોથી આકર્ષાયેલા ચિત્તને મુક્ત થવા, પૌદ્ગલિક પદાર્થોની આસક્તિને તોડવા ઉત્તમોઉત્તમ દ્રવ્યો દ્વારા પરમાત્માની પૂજા કરવાનું કહ્યું છે. આથી ત્રિભુવનને પૂજ્ય પરમાત્માને પૂજનારો હું તુચ્છ સ્વાર્થ જેવા દોષોને નહિ સેવું. પૌદ્ગલિક પદાર્થોની પૂજા (2) નહિ કરું એવા ભાવો મનને સ્પર્શે છે. જેથી મન નિર્દોષ અને પ્રસન્ન થાય છે.
આત્મદર્શન પ્રાપ્ત સાધકની વૃત્તિ અને પ્રવૃત્તિ જેને એક વાર આત્મદર્શન થઈ ગયું હોય તેની વૃત્તિ અને પ્રવૃત્તિ પર આત્મભાવની એકરૂપ છાપ હોય છે, તેની વૃત્તિ કે પ્રવૃત્તિમાં તુચ્છ સ્વાર્થ, રાગ-દ્વેષ જેવા ભાવોની ગુલામી નથી. વિષયોમાં લોલુપ નથી થતો, ચાર કષાયમાં પ્રવૃત્ત થતો નથી. ભવથી મુક્ત થવાનું માત્ર લક્ષ્ય હોય છે. સ્વાત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું સતત પુરુષાર્થ રહે છે. ક્ષણેક્ષણનો આત્મસાધનામાં સદુપયોગ કરવા નિરંતર કટિબદ્ધ હોય છે.
રૂચિમાં આત્મા. પ્રીતિમાં આત્મા, જાતિમાં આત્મા ધ્યાનમાં આત્મા
ઉપયોગમાં આત્મા. આવા સમ્યગુદૃષ્ટિવંત આત્માને મોક્ષપ્રાપ્તિ પહેલાં ભવિતવ્યતાને યોગે જન્મ-મરણ કરવાં પડે, તેમાં દૈવી કે માનુષી સુખો મળે કે દુઃખના દાવાનળમાં સપડાય તોપણ મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિમાં સપડાતો નથી, અને નિકટમાં શાશ્વત સુખ પામે છે.
નયોની અપેક્ષાએ દર્શન 25 (1) નૈગમનયની અપેક્ષાએઃ પ્રભુદર્શન એટલે મન-વચન-કાયાની ૧૫૬
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org