________________
આ ભાવ વડે સર્વભાવોનું કર્તુત્વ હટાવી સાક્ષીભાવનો પુષ્ટ અભ્યાસ થાય છે. તેમના આત્મિક સુખની કોઈ ઉપમા આપી શકાતી નથી. સમતારસનો દરિયો જોઈ લો.
આ પ્રમાણે સામ, સમ, અને સમ્મ પરિણામરૂપ સામાયિકમાં અનુક્રમે સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયી સમાયેલી છે.
“સમગ્ર મોક્ષમાર્ગ સામાયિકરૂપ છે તેમાં સર્વ પ્રકારની યોગસાધનાઓ, અધ્યાત્મસાધનાઓ કે મંત્ર, ધ્યાનાદિ વિવિધ અનુષ્ઠાનોનો તેમાં અંતરભાવ થયેલો છે. તીર્થકર ભગવંતો તેના વિશુદ્ધ પાલન દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પોતે સામાયિક ધર્મનો ઉપદેશ આપે છે.
સામાયિકમાં છ આવશ્યકો સમાય છે. અથવા પછીના પાંચ આવશ્યકો સામાયિકને પુષ્ટ કરવા માટે છે. સામાયિકના માત્ર કરેમિ ભંતે સૂત્રમાં કરેમિ ભંતે સામાઈયું, આ શબ્દો સામાયિક અને ચકવીસત્યોના સૂચક છે. તસ્મભંતે વંદનને સૂચક, પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ આ પદો પ્રતિક્રમણના બોધક છે. આપણું વોસિરામિ આ પદ કાયોત્સર્ગને સૂચવે છે.
સામાયિક જેવા અનુષ્ઠાનમાં આગમિક દૃષ્ટિએ કેવા પદાર્થો જણાવ્યા છે, એ જીવો જાણતા નથી. એ પદાથોચિત્ત વિશુદ્ધિ માટે ઉપયોગી છે.
સામાયિકનું સ્વરૂપ દર્શાવતા એકાર્થક નામો.
(૧) આવક: ચતુર્વિધ સંઘને દિવસ અને રાત્રિએ અવશ્ય કરવા યોગ્ય.
(૨) અવશ્વકરણીયઃ મુમુક્ષુ આત્માને પાપથી મુક્ત થવા જે નિયમિત આચરવા યોગ્ય.
(૩) ધ્રુવ: આ સામાયિક (આત્મસ્વરૂપ-ગુણ હોવાથી) અર્થથી અનાદિ અનંત છે, શાશ્વત છે.
જી નિગ્રહઃ જેનાથી ઇન્દ્રિયો અને કષાયાદિ ભાવશત્રુઓનો નિગ્રહદમન કરાય છે. સામાયિક-સમતાભાવ દ્વારા જ વિષય કષાયોના આવેશ પર સંયમ મેળવી શકાય છે.
૫) વિશુદ્ધ કર્મથી મલિન બનેલા આત્માને વિશુદ્ધ નિર્મળ બનાવે છે.
(૬) અધ્યયનષકઃ જે સામાયિક આદિ છ અધ્યયનાત્મક છે. ૧૩૮
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org