________________
૪. સહજ સમાધિ
સમાધિ એટલે શું? સમાધિ એટલે આત્માની સહજ સ્વસ્થતા. સમાધિ એટલે આત્માની સહજ સ્થિરતા. સમાધિ એટલે આત્મિક આનંદની અનુભૂતિ.
સમાધિ એ કંઈ મૃત્યુ સમયે જ મેળવવાની કે અનુભવવાની નથી, પરંતુ જીવનની પ્રત્યેક પળોમાં અનુપમ આત્મિક આનંદની અનુભૂતિ કરવાની ભવ્યાતિભવ્ય કળા છે. આવી સમાધિ મેળવવી દુર્લભ છે, તે દશાને પ્રાપ્ત કરવા ભગીરથ પુરુષાર્થ કરવો જોઈએ.
સમાધિનાં સાધનો : (૧) પૌદ્ગલિક સુખો ઉપરની આસક્તિ ઘટાડવી, વૈરાગ્યભાવ કેળવવો. (૨) કષાયના આવેશો પર કાબૂ મેળવવો, ક્ષમાદિ ગુણો વિકસાવવા.. (૩) સહુના કલ્યાણની ભાવના રાખવી.
(૪) પરમાત્માના નામ, સ્મરણ, જાપ, ગુણ, ચિંતન અને ધ્યાનાદિનો અભ્યાસ કરવો.
(૫) શરણાગતિ, દુષ્કતગૃહ, સુકૃતઅનુમોદના પ્રતિદિન ત્રિસંધ્યાએ મનની એકાગ્રતાપૂર્વક સેવન કરવું.
જીવન સમાધિમય હોય તો જ મરણ સમાધિમય બને શરણાગતિઃ અપેક્ષા રહિત સમર્પણભાવ. અરિહંત પરમાત્મા સિદ્ધ ભગવંત સાધુ – ભગવંત, કેવલી પ્રણીત ધર્મ એ સર્વોત્તમ શરણ છે.
સાચા શરણાર્થીને આખું વિશ્વ (ધન માન સગા સ્વજન હોવા છતાં) અશરણ્યરૂપ ભાસે છે. તેને માટે અરિહંતાદિ સર્વ શ્રેષ્ઠ છે. પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org