________________
કાળનો નિર્ણય, શ્રાવક/સાધુને ન કરું. ન કરાવું, ન અનુમોદન) ત્રણ કરણ મન, વચન, કાયા, ચાર પ્રતિજ્ઞા પ્રાયશ્ચિત્ત, નિંદું છું. ગહું છું પાપયુક્ત આત્માને મુક્ત કરું છું.
સર્વજ્ઞકથિત પરમ સામાયિક વિજ્ઞાનના ગ્રંથમાં સૂક્ષ્મ તત્ત્વનું, અનેક રહસ્યોનું નિરૂપણ છે. અત્રે ગ્રંથ વિસ્તાર ન કરતાં સંક્ષેપમાં અને સાધકને પ્રારંભમાં જિજ્ઞાસાવૃત્તિ જાગે તે હેતુથી વિગતો જણાવી છે. તત્ત્વના સૂક્ષ્મ અભ્યાસીએ આ ગ્રંથનું અવશ્ય અવલોકન કરવું જેમાં આ પ્રમાણેના વિષયો જાણવા મળશે.
એક સામાયિક આવશ્યકમાં છ આવશ્યકની સમાલોચના. સામાયિકની વિશાળતામાં ક્ષેત્રથી, દિશાથી, કાળથી ૩૬ દ્વારોની વિચારણા આપી છે. જે ખૂબ વિશદ છે. જેમાં ધ્યાન અને ઉપયોગ જેવા વિષયોનું સ્પષ્ટીકરણ છે.
દરેક પ્રકારના સામાયિકના પર્યાયવાચી વિવિધ નામે જે સામાન્યરીતે આપણે જાણતા નથી તેથી સંકુચિત અર્થમાં આપણે અટકી જઈએ છીએ.
સામાયિકમાં નમસ્કાર મંત્રનું મહાભ્ય. સામાયિકનું મૂળ સૂત્ર કરેમિભંતે સૂત્રનો વિશેષ અર્થ.
આત્માની ત્રણ અવસ્થાઓ બહિરાત્મદશા, અંતરાત્મદશા, પરમાત્મદશા વિષે સમજ આપી છે.
આત્મઅનુભવદશાની ઝલક આપી છે. જિનાજ્ઞા અનુરૂપ સામાયિકનું સ્વરૂપ.
સમાપત્તિ – નિર્મળ ચિત્તના ધ્યેયમાં સ્થિરતા, તન્મયતા થતાં સમાપત્તિ સિદ્ધ થાય છે, તે સમાપત્તિની અદ્દભુતતા વિશદ રીતે જણાવી છે તે સાધના માટે ઉપયોગી છે. મહઅંશે જે આપણે જાણતા નથી.
સમાપત્તિ સાથે સામાયિકનું માર્મિક રહસ્ય પ્રગટ કર્યું છે. કાયોત્સર્ગ આત્માનંદની અનુભૂતિનું કારણ કેવી રીતે છે તે જાણવાથી સાચો કાયોત્સર્ગ થઈ શકે છે.
૧૪૨
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org