________________
૨. યોગાર
આત્માના અનંત ગુણો સત્તામાં રહેલા છે, તેને પ્રગટ કરવાના ઉપાયોને યોગ કહે છે. યોગ અસંખ્ય પ્રકારના છે. તેમાં મુખ્ય જ્ઞાનયોગ, ભક્તિયોગ, અને ચારિત્રયોગ પ્રધાન છે. અર્થાત્ રત્નત્રયી છે. તેની પ્રાપ્તિ સુદેવ, સુગુરુ, સુધર્મરૂપી તત્ત્વત્રયીની ઉપાસનાથી થાય છે.
આથી યોગસારના ગ્રંથકારે પ્રથમ પ્રકાશમાં સુદેવનું યથાવસ્થિત સ્વરૂપ બતાવ્યું છે. જૈનદર્શનમાં આત્મામાં રાગદ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય તેને જ સર્વજ્ઞ વીતરાગ કહે છે. જેનામાં અનંત જ્ઞાન-દર્શનચારિત્ર અને શક્તિ-વીયદિ) પ્રગટ થાય છે તે પરમાત્મા પૂજનીય છે. તેમાં શ્રદ્ધા કરવી તે ઉપાસના છે. તેમાં જિનાજ્ઞાની વિશેષતા છે.
ગ્રંથકારે આજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું છે તે ધ્યાન યોગ વડે સર્વોત્કૃષ્ટ આજ્ઞાનું આરાધન થાય છે. તેની પૂર્વભૂમિકામાં ગૃહસ્થ સાધકોએ ઉત્તમ દ્રવ્યોથી પ્રભુપૂજા કરવી, તે દ્રવ્યપૂજા. ભાવવાહી સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદનાદિ ભાવપૂજા તથા દેશ અને સર્વથી ચારિત્રનું વિશુદ્ધ પાલન કરવું. આ ત્રણેના આલંબનથી ધ્યાનયોગની સિદ્ધિ થાય છે. જિનાજ્ઞાના પાલનથી ચિત્તની અત્યંત નિર્મળતા થાય છે.
વળી સર્વધર્મોનો સાર સમતા કહીને તેની પ્રાપ્તિ માટે સાધકે મૈત્રીભાવ = સમભાવ, પ્રમોદભાવ – ગુણ અનુમોદન, કરુણાભાવ, દુઃખી જીવો પ્રત્યે અત્યંત કરુણા. માધ્યસ્થભાવ અવિનીત પ્રત્યે ઉપેક્ષા. આ ચારે ભાવ સાધક સાધુ સૌને ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ કહ્યું છે. તેનું ચિંતન કરી ચિત્તને ભાવના વડે ભાવિત કરવું. અને પછી આચરણમાં મૂકવી. જેથી જીવન વિશુદ્ધ બને.
ગ્રંથકાર લખે છે કે આ ચાર ભાવનાથી રહિત સાધકને ધર્મ પામવો.
પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org