________________
દુર્લભ છે. ધર્મ સમતારૂપ છે અને સમતાની પ્રાપ્તિનો ઉપાય મૈત્યાદિ ભાવનાઓ છે.
આજે કાળના પ્રભાવથી જીવો ધર્મ કરે છે છતાં પ્રાયે લોકો દષ્ટિ રાગથી વિમુખ બનેલા મૈત્રાદિ ભાવનાઓથી અભાવિત હોવાથી સ્વયં ધર્મથી વિમુખ બને છે અને બીજા મુગ્ધ જીવોને ધર્મવિમુખ બનાવે છે.
વળી ક્ષમાદિ દશયતિ ધર્મ સર્વધર્મોમાં ગુણોમાં) શિરોમણી છે, તે પણ મૈત્રાદિ ભાવનાથી ભાવિત બનેલા સમતાના સાગર એવા સુસાધુ ભગવંતોને જ હોય છે. કારણ કે વાસ્તવમાં સમતા એ જ આત્મા છે.
આવું સમતાનું સુખ દુર્લભ છે, કારણ કે સર્વસંગ પરિત્યાગ વગર આ સુખની પ્રાપ્તિ સુલભ નથી. વિષય કષાયો એ વિષમ છે. તે સદા દુઃખદાયક છે. સમતા જ આત્મસ્વભાવમાં રમણતા રૂપ ચારિત્રનું રક્ષણ કરનારી હોવાથી તેનો જ સતત અભ્યાસ કરવો.
જીવે રાજસ અને તામસ વૃત્તિ ત્યજી સાત્ત્વિક ભાવમાં ચિત્તને સ્થિર બનાવવું. સત્ત્વહીન પ્રાણીને ધર્મનો અધિકાર નથી. સત્ત્વહીન ધર્મમાર્ગમાં જરૂરી નિયમો પ્રતિજ્ઞા પાળી શકતો નથી.
વિષય કષાયોના સમૂહ તરફ દોડતા અતિ દુર્જઈ એવા પોતાના એક મનને જે જીતે છે તે વીરોમાં તિલક સમાન સત્ત્વશાળી છે. સત્ત્વગુણના વિકાસથી સાધકમાં ધીરતા, વીરતા, ગંભીરતા, નિશ્ચલતા, વધે છે, તેના પ્રભાવે સાધક વિષય કષાયો તરફ દોડતા અતિ દુર્જય એવા મનને પણ જીતે છે. પરમાત્માના ધ્યાનમાં નિશ્ચલ મનને સ્થિર કરી આત્મસ્વભાવમાં લીન થઈ પરમાનંદને અનુભવે છે.
આ સંસારમાં પ્રાણીઓ ભૌતિક સુખ મેળવવા ધન, સંપત્તિ સ્ત્રીનો સંગ્રહ કરે છે. અને ધનાદિ માટે હિંસાદિ પાપો કરી આલોક પરલોકમાં અનેક દુઃખ, શોક, સંતાપ, યાતનાઓ ભોગવે છે. છેવટે સુખ મળતું નથી. સાચો સાધક
ગતના આવા દુઃખનું વાસ્તવિક સ્વરૂપ જોઈ વિશુદ્ધ ભાવવાળો વિશેષ વૈરાગ્ય પામે છે.
૧૪
-
શ્રી ક્લાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org