________________
શ્રુત સામાયિક એ સમ્યક્ત્વ સામાયિકનો સહચારી છે.
સમ્યક્ત્વની પૂર્વભૂમિકા અપુનર્બંધક અવસ્થા છે
આ અવસ્થામાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન થાય તેવો જીવ હળુકર્મી બને છે.
તે તીવ્ર સંકલેશ ભાવથી હિંસાદિ કાર્યો ન કરે.
સંસારના કહેવાતા સુખો પ્રત્યે ગાઢ આસક્તિ ન રાખે.
ધર્માદિ કાર્યોમાં ઉચિતતા જાળવે.
કાલજ્ઞ સમયને ઓળખીને ઔચિત્યનું પાલન કરે. સામાયિકની દુર્લભતા
અચિન્હ મહિમાશાલી સિદ્ધિસુખદાયક સામાયિક ધર્મની પ્રાપ્તિ થવી કંઈ આસાન વાત નથી. (સામાન્યરીતે જનસમૂહ સામાયિક કરે છે તે તદ્દન પ્રાથમિક ભૂમિકા છે) આગળ જણાવ્યા તે તે પ્રકારના સામાયિક (ભાવ) પ્રાપ્ત કરવાનું દુર્લભાતિદુર્લભ છે, તે મેળવવાનું મહાભાગ્ય માત્ર માનવને મળ્યું છે.
અરે ! પ્રથમ તો આ માનવ જન્મ દશ દૃષ્ટાંતે દોહિલો કહ્યો છે. મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, કુળ, રૂપ, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, સદ્ગુદ્ધિ, સદ્ધર્મમાં અવધારણ અને શ્રદ્ધા. આ દસ પ્રકારો દુર્લભતાથી, પૂર્વની આરાધનાથી મળે છે. તેમાં પણ જિનાજ્ઞાયુક્ત સામાયિક ધર્મરૂપે પરિણમવું તે દુર્લભતર છે. તેમાં શી નવાઈ ?
નમસ્કારમંત્ર ગળથૂથીમાંથી મળ્યો છે, પરંતુ માહાત્મ્ય આવે તો ફળે. પ્રથમ પદનું જ માહાત્મ્ય જાણો છો ?
‘નમો' પદના સ્મરણથી ચિત્તની નિર્મળતા થાય છે. ‘અરિહં” પદના સ્મરણથી ચિત્તની સ્થિરતા થાય છે. તાણં’ પદના સ્મરણથી ચિત્તની તન્મયતા થાય છે. પૂરા નમસ્કારમંત્રનો મહિમા અત્યંત વિશદ છે. તેથી સામાયિકસૂત્ર (કરેમિભંતે) પહેલા નમસ્કારમંત્રનો પ્રથમ નિર્દેશ છે.
કરેમિભંતેના સૂત્રમાં બાર (તેર) પદાર્થો સમાય છે. હું સામાયિક કરવા ઇચ્છું છું. હું સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગ કરું છું.
પરિશિષ્ટ : સંક્ષિપ્ત ગ્રંથપરિચય
Jain Education International
For Private & Personal Use Only
૧૪૧
www.jainelibrary.org