________________
જોઈએ. ગુરુકુલવાસમાં સમતાપૂર્વક વસવું જોઈએ. તત્ત્વની સૂક્ષ્મ વિચારણાથી તીવ્ર સંવેગવિરાગ્ય પ્રગટે છે.
સમ સામાયિકમાં શાસ્ત્રયોગ – (વચન અનુષ્ઠાન)ની પ્રધાનતા છે. દ્રવ્યાનુયોગના અભ્યાસથી સૂક્ષ્મ દૃષ્ટિ પ્રાપ્ત થતાં વર્મધ્યાન – શુક્લધ્યાનનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે.
કરણાનુયોગ – કર્મવાદના અભ્યાસથી જીવો પ્રત્યે તુલ્ય સમભાવ પેદા થાય છે. રાગદ્વેષના પ્રસંગમાં મધ્યસ્થ રહેવાથી સમ્યગદર્શનાદિ ગુણોનો લાભ થાય છે. તે સમ સામાયિક છે. - શ્રુતજ્ઞાનના અભ્યાસથી ચિત્તવૃત્તિઓ જ્યારે નિર્મળ અને સ્થિર બને છે ત્યારે ધ્યાનનો પ્રારંભ થાય છે. ચિત્ત સ્વાધીન બને છે. અશુભ વિચારો અટકી જાય છે. તેથી અશુભ કર્મબંધ અટકી જાય છે. ત્યારે અનેક પ્રકારની લબ્ધિઓ. અને રિદ્ધિઓ પ્રગટ થાય છે.
સમતા ગુણોનો શિરતાજ છે. સમતા રહિત જ્ઞાન, ધ્યાન, તપ, શીલ સમ્યક્ત્વ આદિ ગુણો ફળવાન થતા નથી. સર્વ જીવો પ્રત્યે (ત્રસ – સ્થાવર) સમપરિણામવાળા સાધકોને જ સર્વજ્ઞકથિત સામાયિક હોય છે.
સમ્મસમ્યક સામાયિકનું સ્વરૂપઃ એકીકરણ પરિણામે. સમ્યકપરિણામરૂપ. આ સામાયિકમાં સમ્યત્વ, જ્ઞાન અને ચારિત્રનું પરસ્પર સંમિલન થાય છે. જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ આત્મામાં રત્નત્રયીનું " પરસ્પર એકીકરણ થવું તે “સમ્મ સામાયિક છે. તેમાં શાંતિ અને સમતાનો અસ્તુલિત પ્રવાહ વહેવા માંડે છે.
જે મુનિને “મારો આત્મા પણ અનંત જ્ઞાનાદિ ગુણ-પર્યાયથી યુક્ત છે એવી સમ્યક શ્રદ્ધા અને જ્ઞાન સાથે આત્મસ્વભાવમાં સ્થિરતા, રમણતા અને તન્મયતા પ્રાપ્ત થઈ હોય તેમને જ આત્મસ્વભાવની અનુભૂતિ થાય છે તે “સમ્મ સામાયિક હોય છે. 51 ધ્યાનની પરમ પ્રીતિ, તત્ત્વપ્રતિપત્તિ, શમ, સમાધિનિષ્ઠા, અસંગઅનુષ્ઠાન, અસંગાદિ દોષોનો અભાવ, નિરતિચારિતા જેવા ગુણો પણ આ ભૂમિકામાં અવશ્ય હોય છે.
સર્વ દ્રવ્યો સ્વ-સ્વ પરિણામોના કર્તા છે પણ પર પરિણામના કર્તા નથી, પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org