________________
પાસે ધર્મશ્રવણ કરવાથી થાય છે.
આ સમ્યકત્વ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણો યુક્ત છે.
(૩) ચારિત્ર સામાયિકઃ વિરતિસ્વરૂપ મુખ્ય બે ભેદ છે.
દેશવિરતિ ચારિત્રઃ સાવદ્ય પાપ – વ્યાપારનો અંશતઃ ત્યાગ તેના અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત બાઅતની અપેક્ષાએ અનેક પ્રકાર છે.
સર્વવિરતિ ચારિત્ર – સર્વ સાવદ્ય પાપ-વ્યાપારોનો સર્વથા ત્યાગ તેના ઘણા ભેદ છે.
સંપૂર્ણ સામાયિક સ્વીકારવા અસમર્થ હોય એવા શ્રાવકો – સાધકો પણ બે ઘડીના સામાયિક દ્વારા અશુભ યોગથી નિવૃત્ત બની અપૂર્વ કર્મ નિર્જરા આરાધી શકે છે. સામાયિકમાં રહેતો શ્રાવક તેટલો સમય સાધુ જેવો છે.
સામાયિક એ મહાન તત્ત્વ-પદાર્થ છે. જેમાં જૈનદર્શન સંપૂર્ણ પ્રગટ થાય છે, તેમાં ઘણાં સાધનો સમાય છે. તેથી તે સર્વતોમુખી આરાધના છે.
જે આત્મા સંયમ, નિયમ તપાદિમાં તત્પર બન્યો છે, તથા જે સર્વ જીવોને આત્મતુલ્ય માની રક્ષણ કરે છે, તેને સર્વજ્ઞ કથિત વાસ્તવિક “સામાયિક હોય છે. એવા સામાયિકના ઘણા ભેદો પૈકી અત્રે મુખ્ય ત્રણ પ્રકારો કહે છે. - (૧) સામ, (૨) સમ, (૩) સમ્મ (સમ્યફ)
(૧) સામઃ આ સામાયિકમાં જીવનાં પરિણામ મધુર હોય છે. મૈત્રી, અહિંસા, કરુણા, અભય, મૃદુતા, ક્ષમા, ભક્તિ આદિ ભાવોથી ભાવિત બનેલા આત્માનાં પરિણામ નિર્મળ બને છે, ત્યારે કોઈ અપૂર્વ માધુર્યનો અનુભવ થાય છે. મૈત્રીઆદિ શ્રેષ્ઠ ભાવો નિરંતર વહેતા જ હોય છે.
મૈત્રીભાવથી ષની ક્રૂર લાગણીઓ નષ્ટ થઈ જાય છે. ' કરુણાથી હૈયું કોમળ બને છે. મૃદુતાથી માન/અભિમાનની કઠોર વૃત્તિઓ નષ્ટ થાય છે. ક્ષમાથી ક્રોધાગ્નિ શાંત થઈ જાય છે. અભય આત્માર્થીને અભયની પ્રાપ્તિ થાય છે. ભક્તિ વડે પૂજ્યો પ્રત્યે સમર્પણભાવ પ્રગટે છે.
સામ’ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવરૂપ સમતા, “આય” એટલે લાભ તે પરિશિષ્ટઃ સંક્ષિપ્ત ગ્રંથપરિચય
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org